Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નડિયાદ મનપામાં કોણ બનશે મેયર?:થોડીવારમાં તમામ પદાધિકારીઓના નામની જાહેરાત થશે, મનપાના પ્રથમ મેયર માટે ઈશિત પટેલ પ્રબળ દાવેદાર

    4 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો છે, પરંતુ હવે ખરો ખેલ શરૂ થયો છે 'મેયર' પદ માટે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ત્યારે આજે નડિયાદ મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થશે. નડિયાદ મનપાના પ્રથમ મેયર માટે ઈશિત પટેલ પ્રબળ દાવેદાર નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદ માટે રાજકીય ગરમાવો તેજ થયો છે, જેમાં ઇશિત પટેલનું નામ પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. વોર્ડ નંબર 13માંથી સૌથી વધુ 8856 મતો મેળવીને તેમણે જનાધાર સાબિત કર્યો છે. ઉત્તરસંડાના પૂર્વ સરપંચ તરીકેનો વહીવટી અનુભવ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ સાથેના મજબૂત સંબંધોને કારણે તેમનું પલ્લું ભારે ગણાઈ રહ્યું છે. મનીષ પટેલ પણ મેયર પદની રેસમાં બીજી તરફ, વોર્ડ નંબર 11માંથી વિજેતા બનેલા મનીષ પટેલ પણ મેયર પદની રેસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પીપલગ ગામના પૂર્વ સરપંચ રહી ચૂકેલા મનીષ પટેલ પાટીદાર સમાજ સહિત તમામ વર્ગોમાં લોકપ્રિયતા ધરાવે છે. ભાજપના સનિષ્ઠ કાર્યકર હોવાની સાથે તેઓ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અત્યંત નજીકના અને વિશ્વાસુ ગણાતા હોવાથી સંગઠનમાં તેમની દાવેદારીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ભૂમિકા પટેલ મેયર પદ માટે ચર્ચાનું કેન્દ્ર મહિલા નેતૃત્વની વાત કરીએ તો, વોર્ડ નંબર 10ના ઉમેદવાર ભૂમિકાબેન પટેલ મેયર પદ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓ નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ 6779 મતો મેળવીને વિજેતા થયા છે. જો પક્ષ દ્વારા મહિલા અનામત અથવા મહિલા નેતૃત્વ પર પસંદગી ઉતારવામાં આવે, તો સૌથી વધુ લોકચાહના ધરાવતા મહિલા પ્રતિનિધિ તરીકે તેમનું નામ મોખરે રહી શકે છે. આ સિવાય વોર્ડ નંબર 13 ના જ અન્ય એક કાઉન્સિલર હિરેન દેસાઈનું નામ પણ ચર્ચામાં છે. લાંબા સમયથી પક્ષને વફાદાર રહેલા હિરેન દેસાઈના ધારાસભ્ય અને અન્ય ટોચના નેતાઓ સાથે સારા સંબંધો છે અને ગત ટર્મમાં તેમના દ્વારા કરવામાં આવેલા પ્રજાલક્ષી કાર્યોને લીધે તેમનો દાવો પણ મજબૂત ગણાય છે. ડેપ્યુટી મેયર પદ માટે પણ લોબિંગ અને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. આ પદ માટે વોર્ડ નંબર 2 માંથી આવતા હર્ષદ ગોહિલનું નામ મોખરે છે, જેઓ પોતાના સમાજમાં મોટું પ્રભુત્વ ધરાવે છે. તેઓ ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના ખાસ ગણાતા સંજય ગોહિલના ભાઈ હોવાથી સંગઠન સ્તરે તેમનું નામ ચર્ચામાં આવ્યું છે. તેમની સાથે અમૃત પરમારનું નામ પણ ડેપ્યુટી મેયર માટે રેસમાં છે. મહાનગરપાલિકાની નવી રચનામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરાયો હોવાથી ગામડાના પ્રતિનિધિને હોદ્દો આપવાની ગણતરી હેઠળ તેમનું નામ આગળ ચાલે છે. અમૃત પરમાર રાજ્યકક્ષાના મંત્રી અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડાના નજીકના હોવાનું કહેવાય છે. આ પદ માટે ત્રીજું નામ કલ્પેશ રાવળનું છે, જેઓ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટના ખાસ વિશ્વાસુ હોવાને કારણે તેમજ તેમની સક્રિય કામગીરીના જોરે આ હોદ્દો મેળવી શકે છે. મહાનગરપાલિકાની તિજોરીની ચાવી સમાન ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. આ મહત્વપૂર્ણ પદ માટે ભૂમિબેન બ્રહ્મભટ્ટનું નામ મોખરે ચાલી રહ્યું છે. ભૂમિબેન નડિયાદ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ પરીન બ્રહ્મભટ્ટના ભાભી હોવાથી રાજકીય મોભો અને અનુભવના આધારે આ પદ મેળવવાની રેસમાં આગળ છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે લીલાબેન પરમાર અને ભાવિશાબેન પટેલના નામોની પણ અટકળો વહેતી થઈ છે. આ બંને મહિલા દાવેદારોના નામ પાછળ રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહીડાનું પીઠબળ હોવાની ચર્ચા રાજકીય ગલિયારાઓમાં ચાલી રહી છે. નડિયાદ મહાનગરપાલિકાના આ ત્રણેય મહત્વના હોદ્દાઓ પર કોની પસંદગીનો કળશ ઢોળાય છે તેના પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે અને ટૂંક સમયમાં જ સત્તાવાર જાહેરાત બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાની પાટીદાર યુવતીની અમેરિકામાં ગોળી મારી હત્યા, CCTV:બુકાનીધારી 26 સેકન્ડમાં ફાયરિંગ કરી ફરાર, 1 વર્ષમાં અમેરિકામાં 4 ગુજરાતીની હત્યા
    Next Article
    ભાસ્કર વિશેષ:ખેડૂતો સુધી પૂરતું ખાતર પહોંચે,તે માટે સમિતિ રચાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment