Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાની પાટીદાર યુવતીની અમેરિકામાં ગોળી મારી હત્યા, CCTV:બુકાનીધારી 26 સેકન્ડમાં ફાયરિંગ કરી ફરાર, 1 વર્ષમાં અમેરિકામાં 4 ગુજરાતીની હત્યા

    4 days ago

    અમેરિકામાં રહેતા વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૂળ મહેસાણાના જંત્રાલ ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા મેઘના પટેલ પર એક સ્ટોરમાં અજાણ્યા બુકાનીધારી દ્વારા એકથી વધુ રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા નિપજાવી છે. મેઘના પટેલની હત્યાના પગલે તેના વતન વિજાપુરના જંત્રાલમાં શોકનો માહોલ છવાયો છે. હત્યાનો આ સમગ્ર બનાવ સ્ટોરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો. સ્ટોરમાં ઘૂસેલા અજાણ્યા બુકાનીધારીએ અંધાધૂંધ ફાયરીંગ કર્યું હત્યાના હચમચાવી નાખતા જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં એક બુકાનીધારી સ્ટોરમાં પ્રવેશે છે. ત્યારેબાદ થોડીવાર આમતેમ જોવે છે અને તુરંત જ નેફામાં રાખેલું હથિયાર બહાર કાઢી ધડાધડ ફાયરીંગ કરી ફરાર થઈ ગયો હતો. લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની આશંકા આ હુમલા પાછળ લૂંટનો ઈરાદો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી હતી. વિજાપુરના જંત્રાલ ગામમાં શોકની લહેર આ દુઃખદ ઘટનાના સમાચાર ફેલાતા જ જંત્રાલ ગામ અને સમગ્ર મહેસાણા જિલ્લામાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. પરિવારજનો અને સંબંધીઓ સંપૂર્ણ રીતે ભાંગી પડ્યા છે. દીકરીના અચાનક અવસાનથી પરિવારમાં અવિશ્વસનીય દુઃખનો માહોલ સર્જાયો છે. છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના વિવિધ રાજ્યોમાં વસતા ગુજરાતી સમુદાય પર હુમલા અને ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. અમરિકામાં ગુજરાતીની હત્યાના અન્ય સમાચાર પણ વાંચોઃ 8 મહિના પહેલા બોરસદના કિરણ પટેલની ગોળીની મારીને હત્યા અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. અમેરિકાના સાઉથ કેરોલિનામાં છેલ્લાં 23 વર્ષથી રહેતાં બોરસદનાં કિરણ પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. 49 વર્ષીય કિરણ પટેલ સાઉથ કેરોલિનામાં એક સ્ટોર ચલાવતાં હતાં. (સંપૂર્ણ સમાચાર વાંચો) અમેરિકામાં ગુજરાતી મોટેલ-માલિકની હત્યા આઠ મહિના પહેલા સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામના મૂળ વતની અને અમેરિકામાં મોટેલનો વ્યવસાય કરતા આશરે 50 વર્ષીય રાકેશભાઈ ધીરુભાઈ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અમેરિકાની પોલીસે હત્યારાને તત્કાળ ઝડપી પાડ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) એક વર્ષ પહેલા ડીંગુચાના પટેલ યુવકની હત્યા નિપજાવાઈ હતી એક વર્ષ પહેલા આ જ રીતે કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની અને અમેરિકામાં સ્ટોર ચલાવતા પરેશ પટેલ નામના યુવકની ગોળી મારી હત્યા નિપજાવી દેવામાં આવી હતી. અમેરિકાની વસતિ કરતાં વધુ સિવિલિયન ગન છે SASના રિપોર્ટ અનુસાર અમેરિકાની વસતિ કરતાં વધુ નાગરિકો પાસે ગન એટલે કે સિવિલિયન બંદૂકો છે. અમેરિકાની વસતિ લગભગ 33 મિલિયન છે અને ત્યાં લગભગ 40 કરોડ સિવિલિયન બંદૂકો છે.યુએસમાં દર 100 લોકો માટે 120 બંદૂક ઉપલબ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર:કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અશોક ધોરાજીયા નવસારીના પ્રથમ મેયર; અમદાવાદ-નવસારીમાં પદાધિકારીઓની જાહેરાત
    Next Article
    નડિયાદ મનપામાં કોણ બનશે મેયર?:થોડીવારમાં તમામ પદાધિકારીઓના નામની જાહેરાત થશે, મનપાના પ્રથમ મેયર માટે ઈશિત પટેલ પ્રબળ દાવેદાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment