Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિતેશ બારોટ બન્યા અમદાવાદના મેયર:કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અશોક ધોરાજીયા નવસારીના પ્રથમ મેયર; અમદાવાદ-નવસારીમાં પદાધિકારીઓની જાહેરાત

    4 days ago

    AMCના પદાધિકારીઓની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે સાબરમતી વોર્ડના અંજુબેન શાહની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખોખરા વોર્ડના કોર્પોરેટર કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર અને દંડક તરીકે ચાંદખેડા વોર્ડના અતુલ મિશ્રાની નિમણૂક કરવામાં આવી છે. નવસારીના પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2ના અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8) અને દંડક તરીકે રાકેશ પટેલ (વોર્ડ નંબર 7) ના નામ જાહેર કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની ચર્ચા પૂર્ણ:જયશંકરે ઇન્ડો-પેસિફિકનો મુદ્દો ઉઠાવ્યો, દરિયાઈ સુરક્ષા અને સપ્લાય ચેઇન પણ એજન્ડામાં
    Next Article
    મહેસાણાની પાટીદાર યુવતીની અમેરિકામાં ગોળી મારી હત્યા, CCTV:બુકાનીધારી 26 સેકન્ડમાં ફાયરિંગ કરી ફરાર, 1 વર્ષમાં અમેરિકામાં 4 ગુજરાતીની હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment