Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:ખેડૂતો સુધી પૂરતું ખાતર પહોંચે,તે માટે સમિતિ રચાશે

    4 days ago

    તાપી જિલ્લામાં આવનારી ખરીફ ઋતુને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેમજ ખાતરના દુરૂપયોગ અને કાળાબજારી પર નિયંત્રણ લાવવા જિલ્લા તંત્ર સક્રિય બન્યું છે. જિલ્લા સમાહર્તા દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં ખાતરની ઉપલબ્ધતા અને વિતરણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. વ્યારામાં બેઠક દરમિયાન કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે જિલ્લામાં કોઈપણ ખેડૂતને ખાતર માટે હાલાકી ન પડે તે માટે તાલુકા સ્તરે ખાસ મોનીટરીંગ વ્યવસ્થા ઉભી કરવી પડશે. ખાતર વિક્રેતાઓ ઉપર સતત નજર રાખવા તાલુકા કક્ષાએ સમિતિઓ રચવામાં આવશે અને કૃષિ વિભાગ દ્વારા માઈક્રો પ્લાનિંગ સાથે આયોજન હાથ ધરાશે. કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર દ્વારા ખેડૂતો માટે ફાળવવામાં આવતો ખાતરનો જથ્થો મોટા ખેડૂતો પૂરતો મર્યાદિત ન રહી નાના અને સીમાંત ખેડૂતો સુધી પણ સમાન રીતે પહોંચવો જોઈએ. ખરીફ સીઝન દરમિયાન ખાતરની અછત અથવા કૃત્રિમ તંગી ઉભી ન થાય તે માટે અધિકારીઓને આગોતરા આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય માત્રામાં ખાતર ઉપલબ્ધ થાય તો વાવણી અને ઉત્પાદન બંનેમાં સારો લાભ મળી શકે છે. આથી જિલ્લા તંત્ર દ્વારા ખાતરના વિતરણ ઉપર ખાસ નજર રાખવામાં આવશે. ખાતર લેતા ખેડૂતો દ્વારા રાખવાની કાળજી ખરીફ સીઝનમાં ખાતર ખરીદતી વખતે ખેડૂતો એ માત્ર લાયસન્સ ધરાવતા ખાતર વિક્રેતાઓ પાસેથી જ ખાતર ખરીદવું જોઈએ અને ખરીદીની પાકી બિલ-રસીદ અવશ્ય લેવી જોઈએ. જરૂરિયાત મુજબ જ ખાતર ખરીદીને તેનો યોગ્ય ઉપયોગ કરવો તેમજ જથ્થાબંધ ખરીદીથી બચવું જરૂરી છે. કોઈપણ પ્રકારની કાળાબજારી, વધુ ભાવ વસૂલાત અથવા ખાતરની અછત અંગે નજીકના કૃષિ અધિકારીને જાણ કરવી. ખેતી નિષ્ણાતોની સલાહ મુજબ જમીન પરીક્ષણના આધારે ખાતરનો ઉપયોગ કરવાથી ઉત્પાદન ખર્ચ ઘટે છે અને પાકને વધુ ફાયદો થાય છે.
    Click here to Read More
    Previous Article
    નડિયાદ મનપામાં કોણ બનશે મેયર?:થોડીવારમાં તમામ પદાધિકારીઓના નામની જાહેરાત થશે, મનપાના પ્રથમ મેયર માટે ઈશિત પટેલ પ્રબળ દાવેદાર
    Next Article
    Honor 600 Pro With Dimensity 8550 Elite SoC Launched Alongside Honor 600: Price, Specifications

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment