Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર મનપામાં કોણ બનશે મેયર?:થોડીવારમાં તમામ પદાધિકારીઓના નામની થશે જાહેરાત, જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ

    5 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો છે, પરંતુ હવે ખરો ખેલ શરૂ થયો છે 'મેયર' પદ માટે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ત્યારે આજે જામનગર મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થશે. જામનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત જામનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષ મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત છે. જેમાં મોનિકાબેન વ્યાસ, તૃપ્તિ ખેતિયા, હર્ષાબા જાડેજા, ખ્યાતિ મુંગરા અને જયોત્નાબેન પાંભર દાવેદાર છે. ડેપ્યુટી મેયર માટે પૂર્વેશ પરમાર, અમર કનખરા, ધીરેનકુમાર મોનાણી દાવેદાર છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે પાર્થ કોટડીયા, આલાભાઇ રબારી, અમર મોદી દાવેદાર છે. મેયર પદ માટે મોનિકાબેન વ્યાસ રેસમાં મેયર પદ માટે ખાસ કરીને મોનિકાબેન વ્યાસની વાત કરવામાં આવે તો તેઓ 30 વર્ષથી સંગઠનનું કામ કરી રહ્યા છે અને તેમનું સંપૂર્ણ બેકગ્રાઉન્ડ સંઘ પરિવારમાંથી આવે છે એટલા માટે તેઓ મેયર બની શકે તેવી સંપૂર્ણ શક્યતા લાગે છે. જ્યારે બીજી તરફ સામાન્ય મહિલામાં તૃપ્તિબેન ખેતિયાની બીજી ટર્મ હોવાથી બ્રહ્મ સમાજમાંથી આપવામાં આવે તો તેમનો પર ચાન્સ લાગી શકે છે. પટેલ સમાજમાંથી વાત કરવામાં આવે તો ખ્યાતિ મુંગરા અને જ્યોત્સનાબેન પાંભર પ્રથમ વખત ચૂંટણી લડીને જીત્યા છે અને તેમના પરિવારમાં પણ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે સંગઠનમાં કામ કરી રહ્યો છે. પૂર્વેશ પરમાર ડેપ્યુટી મેયરની રેસમાં ડેપ્યુટી મેયર પદની વાતમાં કરવામાં આવે તો અમર કનખરા વિપક્ષ નેતા ધવલ નંદાને હરાવીને આવ્યા છે. તેમજ તેમનો પરિવાર વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને યુવા ચહેરો છે. પૂર્વેશ પરમાર જેવો સથવારા સમાજમાંથી આવે છે અને વર્ષોથી વોર્ડ નંબર 11માં તેમના પરિવારનો દબદબો રહ્યો છે અને સથવારા સમાજને સાચવવા માટે તેમને પણ ડેપ્યુટી મેયર પદ આપવામાં આવે તો નવાઈ નહીં. જ્યારે ધીરેનકુમાર મોનાણી સોની સમાજમાંથી આવે છે અને વોર્ડ નંબર 9માંથી બીજી વખત કોર્પોરેટર બન્યા છે જેથી સવર્ણ સમાજમાં સોની સમાજને સ્થાન આપવામાં આવે તો ધીરેનકુમાર મોનાણી પણ ડેપ્યુટી મેયર બની શકે છે. સ્ટેન્ડિંગ ચેરમેનમાં પાર્થ કોટડીયાનું નામ સૌથી આગળ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું પદ પટેલ સમાજમાંથી આપવામાં આવે તો પાર્થ કોટડીયાનું નામ સૌથી આગળ છે કેમ કે તેઓ 79 વિધાનસભામાં ધારાસભ્યના નજીકના ગણાય છે. તેમજ આલાભાઇ રબારીની વાત કરવામાં આવે તો આલાભાઇ રબારી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીથી જોડાયેલા છે અને યુવા મોરચાથી લઈ સંગઠનમાં કામ કરી રહ્યા છે અને તેઓ વોર્ડ નંબર 4માંથી ભારતીય જનતા પાર્ટીની પેનલ સાથે વિજેતા થયા છે જ્યારે વોર્ડ નંબર 4માં લાંબા સમય બાદ ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા બની છે. જેથી આલાભાઇ યુવા ચહેરો છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે કામગીરી કરી રહ્યા છે જેથી તેઓને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવાની શક્યતા પ્રબળ દેખાય છે. અમર મોદી સ્ટેન્ડિંગ ચેરમેનની રેસમાં જ્યારે અમર મોદી વોર્ડ નંબર 1માંથી ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજેતા બનાવીને આવ્યા છે જે પણ એક ઐતિહાસિક ઘટના છે કેમકે સૌથી વધુ મુસ્લિમ વોર્ડ ધરાવતો વોર્ડ નંબર 1 છે. તેમાં અત્યાર સુધી ક્યારેય ભાજપની પેનલ આવી નથી જેથી અમર મોદી દ્વારા ભાજપની પેનલ જીતાડવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. હાઈકમાન્ડ અને પ્રદેશ સંગઠનના નિર્ણય પર સૌની નજર પદાધિકારીઓની વરણી માટે હવે તમામ નજર ભાજપના પ્રદેશ હાઈકમાન્ડ અને પ્રદેશ સંગઠનના નિર્ણય પર ટકેલી છે, જ્ઞાતિવાદ, વહીવટી અનુભવ અને સંગઠન પ્રત્યેની વફાદારી આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આગામી દિવસોમાં નવા મેયર અને અન્ય હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા:મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ ચેરમેન, કેયુરી દેસાઈ ડેપ્યુટી મેયર બનશે
    Next Article
    નડિયાદ મનપામાં કોણ બનશે મેયર?:આજે થશે તમામ પદાધિકારીઓના નામની જાહેરાત, જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment