Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નડિયાદ મનપામાં કોણ બનશે મેયર?:આજે થશે તમામ પદાધિકારીઓના નામની જાહેરાત, જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ

    5 days ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો છે, પરંતુ હવે ખરો ખેલ શરૂ થયો છે 'મેયર' પદ માટે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ત્યારે આજે નડિયાદ મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થશે. નડિયાદ મનપાના પ્રથમ મેયર માટે ઈશિત પટેલ પ્રબળ દાવેદાર નડિયાદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર પદ માટે રાજકીય ગરમાવો તેજ થયો છે, જેમાં ઇશિત પટેલનું નામ પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. વોર્ડ નંબર 13માંથી સૌથી વધુ 8856 મતો મેળવીને તેમણે જનાધાર સાબિત કર્યો છે. ઉત્તરસંડાના પૂર્વ સરપંચ તરીકેનો વહીવટી અનુભવ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ સાથેના મજબૂત સંબંધોને કારણે તેમનું પલ્લું ભારે ગણાઈ રહ્યું છે. મનીષ પટેલ પણ મેયર પદની રેસમાં બીજી તરફ, વોર્ડ નંબર 11માંથી વિજેતા બનેલા મનીષ પટેલ પણ મેયર પદની રેસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. પીપલગ ગામના પૂર્વ સરપંચ રહી ચૂકેલા મનીષ પટેલ પાટીદાર સમાજ સહિત તમામ વર્ગોમાં લોકપ્રિયતા ધરાવે છે. ભાજપના સનિષ્ઠ કાર્યકર હોવાની સાથે તેઓ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના અત્યંત નજીકના અને વિશ્વાસુ ગણાતા હોવાથી સંગઠનમાં તેમની દાવેદારીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ભૂમિકા પટેલ મેયર પદ માટે ચર્ચાનું કેન્દ્ર મહિલા નેતૃત્વની વાત કરીએ તો, વોર્ડ નંબર 10ના ઉમેદવાર ભૂમિકાબેન પટેલ મેયર પદ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. તેઓ નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહિલા ઉમેદવારોમાં સૌથી વધુ 6779 મતો મેળવીને વિજેતા થયા છે. જો પક્ષ દ્વારા મહિલા અનામત અથવા મહિલા નેતૃત્વ પર પસંદગી ઉતારવામાં આવે, તો સૌથી વધુ લોકચાહના ધરાવતા મહિલા પ્રતિનિધિ તરીકે તેમનું નામ મોખરે રહી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર મનપામાં કોણ બનશે મેયર?:થોડીવારમાં તમામ પદાધિકારીઓના નામની થશે જાહેરાત, જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ
    Next Article
    AI app addiction raises alarms for mental health, IIM Lucknow study reveals

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment