Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા:મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ ચેરમેન, કેયુરી દેસાઈ ડેપ્યુટી મેયર બનશે

    5 days ago

    નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયાની વરણી કરવામાં આવી છે. મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કેયુરી દેસાઈ ડેપ્યુટી મેયર અને નરેશ પુરોહિત શાસક પક્ષના નેતા બનશે. આ નામોની જાહેરાત પ્રદેશ ભાજપના મેન્ડેડ બાદ કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ પદાધિકારીઓની વરણી માટે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટાયેલા નગરસેવકો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા મોકલવામાં આવેલું 'મેન્ડેડ' જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ દ્વારા ખોલવામાં આવ્યું હતું. નવા મેયર 42 વર્ષથી ભાજપ સંગઠનમાં જોડાયેલા નવસારી મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ મેયર તરીકે વોર્ડ નંબર 2 ના સિનિયર નગરસેવક અશોક ધોરાજીયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ છેલ્લા 42 વર્ષથી ભાજપ સંગઠનમાં વિવિધ હોદ્દાઓ પર કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. ડેપ્યુટી મેયર કયા વોર્ડના બન્યા? પ્રદેશ સંગઠનના મેન્ડેડ અનુસાર, અન્ય મુખ્ય પદાધિકારીઓમાં ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ (વોર્ડ નંબર 1), સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ (વોર્ડ નંબર 5), શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત (વોર્ડ નંબર 8) અને દંડક તરીકે રાકેશ પટેલ (વોર્ડ નંબર 7) ના નામ જાહેર કરાયા છે. મનપાની 52 બેઠકોમાંથી 50 બેઠકો પર ભાજપનો વિજ્ય નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી છે. કુલ 52 બેઠકોમાંથી 50 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે કોંગ્રેસને માત્ર 2 બેઠકો મળી છે. આ એકતરફી વિજયને કારણે ભાજપ સંગઠન માટે પોતાની પસંદગીના નેતાઓને હોદ્દાઓ પર મૂકવાનું સરળ બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણાની પાટીદાર યુવતીની અમેરિકામાં ગોળી મારી હત્યા, CCTV:સ્ટોરમાં ઘૂસેલો બુકાનીધારી 26 સેકન્ડમાં અંધાધૂંધ ફાયરિંગ કરી ફરાર, મૃતક મૂળ વિજાપુરના જંત્રાલ ગામના
    Next Article
    જામનગર મનપામાં કોણ બનશે મેયર?:થોડીવારમાં તમામ પદાધિકારીઓના નામની થશે જાહેરાત, જુઓ મનપામાં મેયર-ડે.મેયર ને સ્ટેન્ડિંગ ચેરમેનના સંભવિત નામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment