Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટેરા ક્રોસ રોડ પાસે કારની ટક્કરે ટવ્હીલર ચાલક વૃદ્ધનું મોત:પત્નીના પિયરે પહોંચી પતિએ સોના-ચાંદીના દાગીના ચોર્યો, દીકરીના લગ્નમાં વ્યસ્ત પિતા પર બે શખ્સોનો છરીથી હુમલો

    6 days ago

    દાણીલીમડામાં રહેતા અને એએમટીએસમાં સ્ટોર કીપરથી નિવૃત્ત થયેલા સુરેશભાઈ રાણા ગત 17 તારીખે પત્ની શોભાબેન સાથે ટુવ્હીલર લઈને ચાંદખેડા સંબંધીના ત્યાં ગયા હતા. સાંજના સમયે તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા, વિસત સર્કલથી મોટેરા ક્રોસ રોડ જનપથ ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા તે સમયે ઓવરસ્પીડમાં આવેલી એક કારે ટુવ્હીલરને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે સુરેશભાઈ તથા તેમની પત્ની શોભનાબહેન રોડ પર પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને બન્નેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કર્યા હતા. જ્યારે કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બે દિવસની સારવાર બાદ ફરજ પરના ડોક્ટરે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. પત્નીના પિયરમાંથી પતિએ સોના-ચાંદીના દાગીના ચોર્યો માધવપુરામાં 24 વર્ષીય યુવતી તેની માતા સાથે રહે છે. એક વર્ષ પહેલા યુવતીના લગ્ન રાજસ્થાન ખાતે રહેતા યુવક સાથે થયા હતા. જો કે લગ્ન બાદ બન્ને વચ્ચે મનમેળ ના થતા છેલ્લા ત્રણ મહિનાથી યુવતી તેની માતા સાથે રહેવા આવી ગઈ હતી. આ દરમિયાન ગત 23 તારીખે સવારે પતિ અચાનક ઘરે આવ્યો હતો. જેથી યુવતીએ પૂછપરછ કરી તો આરામ કરવા માટે આવ્યો છું કહીને રૂમમાં જઈને આરામ કરવા લાગ્યો હતો. થોડા સમય પછી યુવતીએ જોયુ તો પતિ ઘરમાં ન હતો અને ઘરની તિજોરી તથા તેમાં પડેલો સામાન પણ અસ્ત વ્યસ્ત હતો. જેથી તપાસ કરી ત્યારે ખબર પડી કે, તેનો પતિ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 91 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો છે. જેથી આ મામલે યુવતીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દીકરીના લગ્નની તૈયારી વ્યસ્ત પિતા પર બે શખ્સોનો છરીથી હુમલો દાણીલીમડામાં પુત્રીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત પિતા પર ટપોરીઓએ છરીના ઘા માર્યા હતા. ઘરની બહાર બે ટપોરીઓ ગાળો બોલતા હોવાથી યુવતીના પિતા બંને શખ્સોને સમજાવવા જતા માન્યા નહીં અને છરી મારીને લોહીલુહાણ કરી મુક્યા હતા. લગ્ન પ્રસંગમાં જ કન્યાના પિતા ઉપર હુમલો કરવામાં આવતા સમગ્ર બાબતે બંને શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. સમાધાન માટે બોલાવી યુવકને લાકડીથી માર માર્યો નિકોલ વિસ્તારમાં એક યુવક યુવતીને મેસેજ કરીને હેરાન કરતો હતો. બાદમાં યુવતીના ભાઈને જાણ થતા શખ્સે યુવતીના ભાઈને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. આ સમયે યુવતીને હેરાન કરનાર યુવક, તેના માતા-પિતા સહીત 6 લોકોએ એકઠા થઇ ગયા હતા. અને બાદમાં સમાધાન કરવા આવેલા યુવતીના ભાઈ અને તેના મિત્રોને લાકડીથી ફટકાર્યા હતા. આ અંગે યુવકે 6 લોકો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહ 27થી 29મે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે:અમદાવાદના વિકાસકાર્યોની સમીક્ષા કરશે, હરામીનાળાની મુલાકાત લેશે
    Next Article
    અતુલ APL-16 સમાપ્ત: ટીમ PH ચેમ્પિયન:53 ટીમોએ ભાગ લીધો, રોકડ પુરસ્કાર અને ટ્રોફી અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment