Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહ 27થી 29મે ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે:અમદાવાદના વિકાસકાર્યોની સમીક્ષા કરશે, હરામીનાળાની મુલાકાત લેશે

    6 days ago

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 27, 28 અને 29મે દરમિયાન તેઓ રાજ્યના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરશે. ગૃહમંત્રીના પ્રવાસને લઈને રાજ્યના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. અમદાવાદમાં વિકાસકાર્યોની સમીક્ષા કરશે 28મેના રોજ અમદાવાદ ખાતે ગૃહમંત્રી શહેરના વિકાસકાર્યોની સમીક્ષા કરશે. સર્કિટ હાઉસ ખાતે યોજાનારી બેઠકમાં વિવિધ પ્રોજેક્ટની પ્રગતિ અંગે ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે. શહેરમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટ્રાફિક મેનેજમેન્ટ અને શહેરી સુવિધાઓના કામોની સમીક્ષા થવાની શક્યતા છે. સાથે જ તાજેતરમાં નિમાયેલા ભાજપના પદાધિકારીઓ સાથે પણ ગૃહમંત્રી બેઠક કરી શકે છે. આગામી રાજકીય અને સંગઠનાત્મક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. 29 મેના હરામીનાળાની મુલાકાતે 29 મેના રોજ ભુજ ખાતે ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ યોજાયો છે. અહીં તેઓ સંવેદનશીલ ગણાતી હરામીનાળાની મુલાકાત લઈને સરહદી સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. હરામીનાળા વિસ્તાર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હોવાથી સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત મહત્વનો માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા ગૃહમંત્રી સરહદ પર તૈનાત સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક કરીને સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવશે તેમજ આંતરરાષ્ટ્રીય સરહદની પરિસ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસ અને સુરક્ષા બંને મુદ્દાઓ પર ગૃહમંત્રી ખાસ ફોકસ રાખે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: એક નહીં બબ્બે યુદ્ધ, મોંઘવારી કેટલી વધશે?:રશિયાનો હાયપરસોનિક હુમલો, યુદ્ધ પૂરું થાય તો પેટ્રોલના ભાવ ઘટતા કેટલો સમય લાગે? સમજો રસોડા સુધીનું ગણિત
    Next Article
    મોટેરા ક્રોસ રોડ પાસે કારની ટક્કરે ટવ્હીલર ચાલક વૃદ્ધનું મોત:પત્નીના પિયરે પહોંચી પતિએ સોના-ચાંદીના દાગીના ચોર્યો, દીકરીના લગ્નમાં વ્યસ્ત પિતા પર બે શખ્સોનો છરીથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment