Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અતુલ APL-16 સમાપ્ત: ટીમ PH ચેમ્પિયન:53 ટીમોએ ભાગ લીધો, રોકડ પુરસ્કાર અને ટ્રોફી અપાઈ

    6 days ago

    વલસાડ તાલુકાના અતુલ ખાતે ઉલ્લાસ જીમખાના દ્વારા આયોજિત ઇન્ટર ડિવિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ APL-16 સહિત વર્ષ 2025-26 દરમિયાન યોજાયેલી વિવિધ રમતગમત સ્પર્ધાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, કેરમ, લોન ટેનિસ, ઇન્ટર કોલોની ક્રિકેટ-વોલીબોલ તેમજ ઇન્ટર ડિવિઝન ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ અને ટીમોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉલ્લાસ જીમખાનાના જનરલ સેક્રેટરી જે.ડી. પટેલે APL-16 ટુર્નામેન્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અતુલની વિવિધ ડિવિઝન અને યુનિટમાંથી કુલ 53 ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 848 ખેલાડીઓ સામેલ હતા. આ ટુર્નામેન્ટ 16 નવેમ્બર 2025 થી શરૂ થઈને 17 મે 2026 સુધી ચાલી હતી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સલ્ફર બ્લેક ટીમ (મનોજ પટેલ) અને ટીમ PH (અનીલ પટેલ) વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં ટીમ PH વિજેતા બનીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. સી.પી. પાવર હીટર ટીમ (કેયુર પટેલ) ત્રીજા સ્થાને રહી હતી. સમારોહમાં અતુલ લિમિટેડના મહાનુભાવો વિવેક ગદરે, સુનીલ જોષી, નરેન્દ્ર તલરેજા, આસિફ સાહીર ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે લાલભાઈ પરિવારના સભ્ય આસ્થાબેન લાલભાઈ તેમજ સારા અને સંભવના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમોને રોકડ પુરસ્કાર અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહ દરમિયાન ફાઇનલ મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓ ઉપરાંત અન્ય વિવિધ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ખેલાડીઓના ઉત્સાહ અને રમતગમત પ્રત્યેની ભાવનાની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોટેરા ક્રોસ રોડ પાસે કારની ટક્કરે ટવ્હીલર ચાલક વૃદ્ધનું મોત:પત્નીના પિયરે પહોંચી પતિએ સોના-ચાંદીના દાગીના ચોર્યો, દીકરીના લગ્નમાં વ્યસ્ત પિતા પર બે શખ્સોનો છરીથી હુમલો
    Next Article
    ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજેશ પટેલે ચાર્જ સંભાળ્યો:કોંગ્રેસ તરફથી કોઈએ ઉમેદવારી નોંધાવી નહીં, પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ જાહેર થતાં ભાજપમાં ઉત્સાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment