Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં જન્મદિવસની ઉજવણી બાદ હુમલો:'તમારા બાપનો રોડ છે, અહીં કેક કેમ કાપે છે, ફરી સામે પડશો તો જાનથી મારી નાખીશું' તેમ કહી યુવક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો

    6 दिन पहले

    વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. હુમલાખોરોએ યુવક અને તેના મિત્ર પર હુમલો કર્યો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવાલય રેસીડેન્સીમાં રહેતા અને સલૂનનો વ્યવસાય કરતા અમુલભાઈ લિબાંભાઈ યેસી (ઉ.વ.24) એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, અમુલભાઈ વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા નજીક આવેલી “મિસ્ટર ડેની સલૂન”માં હેર કટીંગનું કામ કરે છે. ગત તા.25 મે, 2026ના રોજ તેમના મિત્ર આકાશ સંજયભાઈ સોમવંશીનો જન્મદિવસ હોવાથી રાત્રિના સમયે તેઓ તથા તેમના મિત્રો ભવ્યદર્શન સોસાયટીના નાકા પાસે કેક કાપવા અને ફટાકડા ફોડવા માટે ભેગા થયા હતા. તે દરમિયાન એક્ટિવા પર આવેલા યોગેશ વસાવા અને ક્રિસ સંતોષભાઈ વારકે ત્યાં પહોંચ્યા હતા અને “અહીં શા માટે ભેગા થયા છો?” તેમ કહી ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. આકાશે જન્મદિવસની ઉજવણી હોવાનું જણાવતાં યોગેશ વસાવાએ અપશબ્દો બોલી સ્થળ છોડવાની ધમકી આપી હતી. તે દરમિયાન નજીકમાંથી પોલીસની ગાડી પસાર થતાં બંને ત્યાંથી નીકળી ગયા હતા. જન્મદિવસની ઉજવણી પૂર્ણ કર્યા બાદ અમુલભાઈ અને તેમનો મિત્ર સુનિલ રાજપુત બાઈક પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે રાત્રે આશરે 12.30 વાગ્યે સિદ્ધાર્થ પ્રાઈમેરો સોસાયટી નજીક ચાર રસ્તા પાસે યોગેશ વસાવા, તેનો ભાઈ સુનિલ વસાવા, ક્રિસ વારકે તથા અન્ય મિત્રો દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. આરોપીઓએ “તમારા બાપનો રોડ છે?” કહી ગાળો બોલી હુમલો કર્યો હતો. દરમિયાન યોગેશ વસાવાએ હાથમાં રહેલા તલવાર જેવા હથિયારથી અમુલભાઈના માથા પર ઘા કર્યો હતો. હુમલામાં અમુલભાઈના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું અને તેમને નીચે પાડી મારમાર્યો હતો. હુમલામાં તેમના મોઢા, પેટ તથા હાથના ભાગે ઇજાઓ પહોંચી હતી. વચ્ચે પડેલા મિત્ર સુનિલ રાજપુતને પણ સુનિલ વસાવાએ હોકી સ્ટિક વડે માથાના પાછળના ભાગે ફટકો મારી ઇજા પહોંચાડી હતી તેમજ ડાબા કાન પર કરડી લીધું હતું. બુમાબુમ થતાં ક્રિસ વારકે વચ્ચે પડી બંનેને છોડાવ્યા હતા. જતાં જતાં આરોપીઓએ “ફરી સામે પડશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. આ બનાવ બાદ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે મકરપુરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેના માથામાં ત્રણ-ત્રણ ટાંકા લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મકરપુરા પોલીસે અમુલભાઈ યેસીની ફરિયાદના આધારે યોગેશ વસાવા, સુનિલ વસાવા તથા અન્ય સાગરીતો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત અમોલ યેશીએ જણાવ્યું હતું કે, મારા પાકીટમાં 19,500 રૂપિયા હતા. ઝપાઝપી દરમિયાન મારું પાકીટ નીચે પડી ગયું હતું. આ લોકોએ પાકીટમાંથી પૈસા કાઢી લીધા અને પાકીટ ફેંકી દીધું હતું. બાદમાં જ્યારે મારો બીજો મિત્ર પાકીટ શોધવા ગયો હતો, ત્યારે પાકીટ તો મળી આવ્યું પણ તે આખું ખાલી હતું, તેમાં પૈસા નહોતા. આ ઉપરાંત, જ્યારે મારો ભાઈ અને મારી પત્ની આ બાબતે વાત કરવા માટે ત્યાં ગયા, ત્યારે હુમલાખોરોએ મારા ભાઈ સાથે ગાળાગાળી કરી તેને ધક્કો માર્યો અને મારી પત્નીને પણ ધક્કો મારીને તેઓ અમારી એક્ટિવા ઝૂંટવીને ત્યાંથી ભાગી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    નિકોલમાં 1.66 કરોડના સોનાના દાગીના ચોરીનો કેસ:મયુર માળીના જામીન નકારતી કોર્ટ, મહિલા આરોપીના આક્ષેપો પર ક્રાઇમબ્રાંચ અને નિકોલ પોલીસે જવાબ રજૂ કરવા સમય માંગ્યો
    Next Article
    પીઝા અને પંજાબી વાનગીઓના કાફેની ફ્રેન્ચાઈઝીના નામે 20 લાખનું કૌભાંડ:દંપતીએ રોકાણકારો અને કર્મચારીઓને છેતર્યા, પત્ની વૈભવી શેરે અને સાગરીત જૈમિન ડોંગરેની ધરપકડ, પતિ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment