Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલમાં 1.66 કરોડના સોનાના દાગીના ચોરીનો કેસ:મયુર માળીના જામીન નકારતી કોર્ટ, મહિલા આરોપીના આક્ષેપો પર ક્રાઇમબ્રાંચ અને નિકોલ પોલીસે જવાબ રજૂ કરવા સમય માંગ્યો

    6 दिन पहले

    નિકોલ વિસ્તારમાં આભૂષણોની દુકાનમાંથી 1.66 કરોડના ઘરેણા ચોરીના કેસમાં આરોપી મહિલા સેલ્સગર્લ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના જણાવ્યા મુજબ તેની ધરપકડ સમયે યોગ્ય નિયમોનું પાલન થયું નથી. પોતે મહિલા હોવા છત્તા મહિલા પોલીસને રાખીને તેનું ચેકીંગ કે ધરપકડ કરવામાં નથી આવી. આ સાથે જ આરોપી મહિલાએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પર સોનુ અને 1 લાખ રૂપિયા પડાવ્યાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. મયુર માળીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો ઉપરોક્ત આક્ષેપો સંદર્ભે અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ પાઠવીને આજે વધુ કાર્યવાહી રાખી હતી. આજની કોર્ટ કાર્યવાહીમાં નિકોલ પોલીસ મથકના PI અને ક્રામબ્રાંચના PSI ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ જવાબ રજૂ કરવા સમય માંગતા, આરોપી મહિલાની અરજી પર 29 મેના રોજ વધુ કાર્યવાહી રાખવામાં આવી છે. વળી સહ આરોપી મયુર માળીના આજે રિમાન્ડ પૂર્ણ થયા હતા. તેને કોર્ટ સમક્ષ જામીન અરજી મૂકી હતી, જેને નકારી દેવામાં આવી હતી. આ સાથે જ મયુર માળીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. પૈસાની જરુર મુજબ દાગીના વેચતા ગયા મૂળ આ કેસમાં અમદાવાદના નિકોલ પોલીસ મથકે કૃષ્ણનગરના રહેવાસી એક સોનીએ ચોરીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ નિકોલના એક મોલમાં આભૂષણ નામે સોના-ચાંદીનો શો-રૂમ ધરાવે છે. જેમાં 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટી નામની યુવતી તેમના ત્યાંથી 1.2 kg જેટલા 1.66 કરોડની કિંમતના સોનાના દાગીના ચોરી ગઈ હતી. આરોપી યુવતી સોનાના દાગીના ચોરીને પોતાના પુરુષ મિત્ર મયુર માળી સાથે ભાગી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ પહેલા દાસ્તાન સર્કલથી બુલેટ પર ગાંધીનગર ગયા હતા. ત્યાં એક ઘરેણું વેચીને પૈસા લઈને બુલેટ પર ઉદયપુર ગયા હતા. ત્યાં એક હોટલમાં રોકાયા હતા, બાદમાં ત્યાંથી બસમાં દિલ્હી ગયા હતા. જ્યાં પણ એક હોટલમાં રોકાયા હતા. તેઓને પૈસાની જરૂર પડતા અમુક દાગીના વેચી માર્યા હતા. મહિલાને દગો દઈને ફરાર આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યો જોકે, આરોપી મહિલાને પુરુષ મિત્રે જ દગો આપીને મોટાભાગના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. જ્યારે મહિલા આરોપી પોતાની પાસેના કેટલાક દાગીના વેચવા માણેકચોક ખાતે આવી હતી, જ્યાં ક્રાઈમ બ્રાન્ચ તેને આશરે 22 લાખના ઘરેણા સાથે ઝડપી પાડી હતી. બાદમાં સહ આરોપી મયુર માળીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'ભાજપ સરકાર સર્જીત ડીઝલની તંગી અને મોંઘવારીમાથી મુકિત આપો':​જૂનાગઢમાં કોંગ્રેસે બળદગાડા સાથે રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું; ભાજપ પર આકરા પ્રહારો કર્યા
    Next Article
    વડોદરામાં જન્મદિવસની ઉજવણી બાદ હુમલો:'તમારા બાપનો રોડ છે, અહીં કેક કેમ કાપે છે, ફરી સામે પડશો તો જાનથી મારી નાખીશું' તેમ કહી યુવક અને તેના મિત્ર પર જીવલેણ હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment