Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મારા કારીગરની પત્નીએ દવા પીધી, પણ સરનામું ખબર નથી!’:બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેનારી મહિલાને અમરોલી પોલીસે શોધીને જીવ બચાવ્યો, સારવારનો ખર્ચ પણ આપ્યો

    1 सप्ताह पहले

    માનવતા અને ત્વરિત કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા સુરત શહેરની અમરોલી પોલીસે એક મહિલાનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી છે. લાંબી બીમારીથી કંટાળીને આત્મહત્યાના ઈરાદે ઝેરી દવા ગટગટાવી લેનાર મહિલાને પોલીસે સમયસર શોધી કાઢી એટલું જ નહીં, પરંતુ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી સારવારનો આર્થિક ખર્ચ પણ ઉપાડી સાચા અર્થમાં ‘ખાખી’ની માનવતા મહેકાવી છે. ‘મારા કારીગરની પત્નીએ દવા પીધી છે, પણ સરનામું ખબર નથી!’ મળતી માહિતી પ્રમાણે, ગતરોજ અમરોલી પોલીસને કંટ્રોલ રૂમ તરફથી એક અત્યંત ગંભીર અને પડકારજનક મેસેજ મળ્યો હતો. ફોન કરનારે જણાવ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં મારો એક કારીગર રહે છે, જેની પત્નીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી છે. પરંતુ, મને તેમનું પૂરું સરનામું ખબર નથી. આત્મહત્યાના આ કોલને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. અધૂરી માહિતી અને સરનામા વગર મહિલાને શોધવી એ પોલીસ માટે મોટો પડકાર હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે ‘ટેકનિકલ વર્કઆઉટ’ કર્યું માનવ જીવનની સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપવાના સુરત પોલીસન અમરોલી પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. વનારે તાત્કાલિક એક્શન લીધા હતા. તેમણે બનાવની ગંભીરતા સમજીને સર્વેલન્સ સ્ટાફના PSI જે.જી. કામળીયા અને તેમની ટીમને એલર્ટ કરી દીધી હતી. ટીમએ સમય ગુમાવ્યા વિના આધુનિક ટેકનિકલ વર્કઆઉટ શરૂ કર્યું હતું. લોકેશન ટ્રેસ કરીને પોલીસે ગણતરીની મિનિટોમાં જ ઝેરી દવા પીધેલી હાલતમાં પીડાતી મહિલાને શોધી કાઢી હતી. 108 બોલાવી સિવિલ ખસેડી, પોલીસે સારવારનો ખર્ચ પણ આપ્યો મહિલા મળી આવતા જ પોલીસે જરાય વિલંબ કર્યા વગર ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાવી હતી. મહિલાની આર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાતા, ફરજ પરના પોલીસ કર્મચારીઓએ માનવતા દાખવીને તેની સારવાર માટેનો આર્થિક ખર્ચ પણ પોતાની ખિસ્સામાંથી આપ્યો હતો. સમયસર સારવાર મળી જતાં મહિલાનો જીવ બચી ગયો છે. PI જે.બી. વનારના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કામળીયા અને તેમની ટીમે કરેલી આ પ્રશંસનીય અને જીવરક્ષક કામગીરીને ઉચ્ચ અધિકારીઓ સહિત લોકમુખે બિરદાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં મોંઘવારીનો ડામ:માત્ર 11 દિવસમાં જ પેટ્રોલે ફટકારી 'સદી', ડીઝલ પણ રૂ. 100ની નજીક
    Next Article
    હજીરાની કંપનીમાં નોકરી કરતો યુવક સટ્ટામાં ઝડપાયો:'કલ્યાણ મિલન', 'રાજધાની' અને 'કર્ણાટકા ડે' જેવા મટકા બજારના ખુલતા આંકડાઓ પર ગ્રાહકો પાસેથી ઓનલાઇન બેટિંગ લેતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment