Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજીરાની કંપનીમાં નોકરી કરતો યુવક સટ્ટામાં ઝડપાયો:'કલ્યાણ મિલન', 'રાજધાની' અને 'કર્ણાટકા ડે' જેવા મટકા બજારના ખુલતા આંકડાઓ પર ગ્રાહકો પાસેથી ઓનલાઇન બેટિંગ લેતો

    1 सप्ताह पहले

    સુરતની ઈચ્છાપોર પોલીસે કવાસ ગામમાંથી વર્લી મટકાનો ઓનલાઈન સટ્ટો રમાડતા કંપની કર્મચારીને દબોચ્યો છે.આરોપી પોતાની લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જાળવવા માટે હજીરાની એક કંપનીમાં નોકરી કરવાની સાથે ઓનલાઇન એપ્લિકેશન મારફતે સીધો મહારાષ્ટ્રથી ઓપરેટ થતા કલ્યાણ મીલન, રાજધાની અને કર્ણાટકા ડે જેવા મોટા મટકા બજારો સાથે જોડાઈને લાખો રૂપિયાના આંકડાનો સટ્ટો ગ્રાહકો પાસે ઓનલાઇન રમાડતો હતો અને તગડું કમિશન મેળવતો હતો. પોલીસ દરોડા દરમિયાન આરોપી શ્રીક્રિષ્ના બડે પાસેથી કુલ રૂ. 2,40,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં રૂ. 1 લાખની કિંમતનો હાઇ-એન્ડ આઇફોન 17 પ્રો મેક્સ અને રૂ. 80 હજારનો સેમસંગ 525 અલ્ટ્રા મોબાઇલ સામેલ છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલા રૂ. 60,000ની કિંમતના બે આધુનિક લેપટોપ (ડેલ અને એચપી કંપનીના) તેમજ સટ્ટાના ગણિત અને હિસાબો લખેલી 3 ગુપ્ત ડાયરીઓ અને 3 આંકડાવાળી છાપેલી બુકો મળી આવી છે. કવાસ ગામની હાઇપ્રોફાઇલ સોસાયટી બહારથી ઓપરેશન પોલીસની ટીમે જ્યારે બાતમીવાળા સ્થળે એટલે કે કવાસ ગામની સાંઇ રેસિડેન્સીના મકાન નંબર 57 પાસે ત્રાટકી ત્યારે ત્યાં એક યુવક ખુલ્લેઆમ પોતાના હાથમાં રહેલા આઇફોન અને સામે ખુલ્લા લેપટોપમાં અત્યંત વ્યસ્ત જોવા મળ્યો હતો. પોલીસને અચાનક સામે જોઈને ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ પોલીસ સ્ટાફે કોર્ડન કરીને દબોચી લીધો હતો. લેપટોપની સ્ક્રીન જોઈને ઓનલાઇન જુગારના નેટવર્કનો ઘટસ્ફોટ થયો પ્રાથમિક પૂછપરછમાં તેનું નામ શ્રીક્રિષ્ના બાલાસાહેબ બડે (ઉંમર વર્ષ 36) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જ્યારે તેના લેપટોપની સ્ક્રીન અને મોબાઇલ એપ્લિકેશન્સની ઝીણવટભરી તપાસ કરી ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે તે સામાન્ય ઇન્ટરનેટ સર્ફિંગ નહીં પરંતુ આંતરરાજ્ય કક્ષાનું ઓનલાઇન જુગારનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. આઇફોન 17 પ્રો મેક્સ અને લેપટોપ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત ડિજિટલ ઇન્ડિયાના યુગમાં જુગારીઓ પણ હાઇટેક બન્યા હોવાનો આ જીવતો જાગતો પુરાવો છે. પોલીસે આરોપી પાસેથી અત્યંત મોંઘા અને આધુનિક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ કબ્જે કર્યા છે, જેનો ઉપયોગ તે આ નેટવર્ક ચલાવવા માટે કરતો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં સૌથી મુખ્ય એક આઇફોન 17 પ્રો મેક્સ મોબાઇલ છે જેની કિંમત અંદાજે રૂ. 1,00,000 આંકવામાં આવી છે. તેમજ બીજો સેમસંગ કંપનીનો 525 અલ્ટ્રા મોડલનો ફોન છે. જેની કિંમત રૂ. 80,000 છે. આ ઉપરાંત હિસાબો રાખવા અને આંકડાઓનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતા બે અલગ-અલગ લેપટોપ જેમાં ડેલ કંપનીનું 5400 મોડલ (કિ.રૂ. 30,000) અને એચપી કંપનીનું ડેસ્કટોપ મોડલ (કિ.રૂ. 30,000) સામેલ છે. પોલીસે તમામ ટેકનિકલ સાધનો ફોરેન્સિક તપાસ અર્થે જપ્ત કર્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય બજારો સાથે કનેક્શન: આ રીતે રમાતો હતો જુગાર આરોપી શ્રીક્રિષ્ના બડે સુરતમાં બેસીને છેક મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના મુખ્ય વર્લી મટકા બજારો સાથે સીધો સંકળાયેલો હતો. તે પોતાના લેપટોપમાં ખાસ ઓનલાઇન એપ્લિકેશનો ખોલીને મહારાષ્ટ્ર ખાતેથી સંચાલિત થતા અને દેશભરમાં પ્રખ્યાત એવા 'કલ્યાણ મિલન', 'રાજધાની' અને 'કર્ણાટકા ડે' જેવા મટકા બજારના ખુલતા આંકડાઓ પર ગ્રાહકો પાસેથી ઓનલાઇન બેટિંગ (સટ્ટો) લેતો હતો. સ્થાનિક જુગારીઓ ટેક્સ્ટ મેસેજ કે વોટ્સએપ દ્વારા આંકડાઓ લખાવતા હતા અને પૈસાની લેવડદેવડ ડિજિટલ વોલેટથી થતી હતી. આરોપી પાસેથી મળી આવેલી 3 ડાયરીઓ અને 3 છાપેલી બુકોમાં અનેક સ્થાનિક ગ્રાહકોના નામ અને લાખો રૂપિયાની હાર-જીતના આંકડાકીય હિસાબો મળી આવ્યા છે, જેની પોલીસ અત્યારે બારીકાઈથી તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‘મારા કારીગરની પત્નીએ દવા પીધી, પણ સરનામું ખબર નથી!’:બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેનારી મહિલાને અમરોલી પોલીસે શોધીને જીવ બચાવ્યો, સારવારનો ખર્ચ પણ આપ્યો
    Next Article
    પેટ્રોલના ભાવે ફટકારી સૅન્ચુરી:સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલ 2.60 વધી ₹101.82 અને ડીઝલ 2.79 વધી ₹97.95એ પહોંચ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment