Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદર:જિલ્લાના લોકોને સચેત એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ

    5 days ago

    પોરબંદર જિલ્લો સાયક્લોન ઝોન ઉપર આવેલો છે અને વર્ષે બે વર્ષે વાવાઝોડા જેવી કુદરતી આફત આવતી હોય છે ત્યારે સચેત એપ્લિકેશન ડાઉનલોડ કરવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજ્યકક્ષાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ અપીલ કરતા જણાવ્યું છે કે, પોરબંદર જિલ્લો દરિયાકાંઠા વિસ્તારમાં આવેલો હોવાથી સાયક્લોન ઝોન તરીકે ઓળખાય છે. દર વર્ષે અથવા બે વર્ષે વાવાઝોડા, ભારે વરસાદ, વીજળી પડવી,પુર જેવી કુદરતી આફતોનો ભય રહેલો હોય છે.ખાસ કરીને ચોમાસાની સિઝનમાં અચાનક બદલાતા હવામાનને કારણે લોકોને જાનમાલનું નુકસાન સહન કરવું પડે છે.આવી પરિસ્થિતિમાં સમયસર માહિતી અને ચેતવણી મળવી ખુબ જ જરૂરી બની જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજ્ય કક્ષાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લાના નાગરિકોને ભારત સરકાર દ્વારા વિકસાવવામાં આવેલી “સચેત” મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અપીલ કરી છે. એપની વિશેષતા આ એપ રિયલ ટાઈમ વેધર અપડેટ્સ, હવામાનની આગાહી, આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું જેવી માહિતી પણ ઉપલબ્ધ છે. ઉપરાંત એપમાં વિવિધ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી ગુજરાતીના સાથે અન્ય ભાષા જાણતા લોકો પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    જાહેરનામું:જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં "ગ્લુટ્રેપ' ઉપર 60 દિવસ માટે પ્રતિબંધ
    Next Article
    આક્ષેપ:"આપ'ના મેરૂ ઓડેદરાના સવાલોથી DDO ભાગ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment