Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા પહેલ:60 મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવા સ્વરોજગાર મેળાનું આયોજન

    4 days ago

    આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા માટે પાટણના બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. પાટણ શહેરના ખોડાભા હોલ ખાતે આગામી 13 મેથી બે દિવસ માટે "લોકલ ફોર વોકલ" અભિયાન હેઠળ મહિલા સ્વરોજગાર મેળો અને એક્ઝીબીશન યોજાશે. આ આયોજન માત્ર એક મેળો નથી, પરંતુ એ મહિલાઓ માટે આશાનું કિરણ છે જેઓ પોતાની કલાને બજાર સુધી પહોંચાડવા માટે સંઘર્ષ કરી રહી છે. આ પ્રદર્શનમાં કુલ 60 જેટલા વિવિધ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. જેમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલ આધુનિક ડ્રેસ, આકર્ષક સાડીઓ અને ઈમિટેશન જ્વેલરી રજૂ કરાશે. આ ઉપરાંત, આધુનિક કલા જેવી કે સ્ટ્રીંગ આર્ટ, નેઈલ આર્ટ અને કેનવાસ પેઈન્ટિંગનું પણ આકર્ષણ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત નાગરિકો માટે ઓર્ગેનિક સાબુ અને શુદ્ધ હોમમેડ ચોકલેટ-નાસ્તાના સ્ટોલ્સ પણ આ મેળાની શોભા વધારશે. કન્વીનર અનિતાબેન પટેલ, પુષ્પાબેન પટેલ અને ગાયત્રીબેન પટેલની ટીમ દ્વારા સુરત, વાપી અને અમદાવાદ જેવા મોટા શહેરોના બિઝનેસ મોડલને પાટણમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પહેલથી મહિલાઓને સીધું માર્કેટ અને ગ્રાહકો સાથે કનેક્ટિવિટી મળશે. જેનાથી વચેટિયાઓ દૂર થશે અને બહેનોને તેમના પરિશ્રમનું પૂરતું વળતર મળશે.
    Click here to Read More
    Previous Article
    સન્ડે બિગ સ્ટોરી:ભેળસેળિયા ફૂડના 1183 કેસની ફાઇલો ગાયબ
    Next Article
    સોમનાથ અમૃત પર્વની તૈયારીઓ વચ્ચે કરુણ અકસ્માત:નારીયેરી પરથી પટકાતાં નગરપાલિકાના કર્મચારીનું મોત; ડાભોર ગામમાં શોકની લાગણી વ્યાપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment