Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આખલોલ જકાતનાકા પાસેથી પિસ્તોલ-કાર્ટીસ સાથે ફુલસરનો શખ્સ ઝડપાયો:10,100નો મુદામાલ કબ્જે કરી રીઢા ગુનેગારને બોરતળાવ પોલીસને સોંપ્યો

    1 week ago

    ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આખલોલ જકાતનાકા પાસે હોન્ડા કારના શોરૂમ નજીકથી ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ અને કાર્ટીસ સાથે શિવાલ ઉર્ફે બુધો ધીરૂભાઇ વડગામાને દબોચી લીધો હતો. સીટી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરીને રૂ. 10,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ શખ્સ અગાઉ પણ અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. બુધાની તલાશી લીધી ને પિસ્તોલ મળી આવી બાતમી મળતા જ એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડીને ફુલસરના પ્રધાનમંત્રી આવાસમાં રહેતા અને મૂળ બોટાદના વતની એવા શિવાલ ઉર્ફે બુધાની તલાશી લીધી હતી. શખ્સ પાસેથી ગેરકાયદેસર હથિયાર મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીનો ગુનાહિત ઈતિહાસ પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વિરુદ્ધ અગાઉ નિલમબાગ, બોરતળાવ, ઘોઘારોડ તથા આણંદના આંકલાવ પોલીસ સ્ટેશનમાં જુગાર અને લૂંટ જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. એલસીબીએ આગળની કાયદેસરની કાર્યવાહી અને ઊંડાણપૂર્વકની તપાસ માટે આરોપી તથા જપ્ત કરાયેલા મુદ્દામાલને બોરતળાવ પોલીસ મથકે સોંપી આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં ફાફડા-જલેબી સહિત 60 ખાદ્ય નમૂના લેવાયા:ભુજ, અંજાર અને મુંદ્રામાં તહેવારો પહેલા ગુણવત્તા તપાસવા કાર્યવાહી
    Next Article
    Gujarati News | ગુજરાતમાં વીજ ઉત્પાદન ઘટતાં વીજસંકટની ભીતિ | Electricity Shortage | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment