Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદે આ‎મામલે વન મંત્રીને રજૂઆત‎કરવાની ખાતરી:કમોદીયા ગામે જંગલની જમીનની સફાઇ કરતાં યુવાનને વનકર્મીઓએ માર માર્યો

    1 week ago

    નર્મદા જિલ્લામાં જંગલ વિસ્તારમાં થતી ખેતીને લઇ સ્થાનિકો અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બનતી રહે છે. કમોદીયા ગામમાં વન વિભાગના કર્મચારીઓએ એક યુવાનને માર માર્યો હોવાના આક્ષેપો થઇ રહયાં છે. નાંદોદ તાલુકાના જુનારાજ વિસ્તાર કમોદીયા ગામના મુળજી વસાવાના પરિવારને 1998 માં જમીનો મળી 2012 માં જમીનો માટે જેલમાં પણ ગયા છે તેમની પાસે દંડ પાવતીઓ પણ છે છતાં ગત રોજ પોતાની વર્ષોથી ખેડતા કમોદીયા ના જંગલમાં આવેલ જમીન ની સાફસફાઈ કરતા ખેડૂતના દીકરા અર્જુન વસાવાને વન વિભાગના કર્મચારીઓએ માર માર્યો છે. પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત યુવાનને લઇને રાજપીપળામાં સાંસદના નિવાસે આવ્યાં હતાં. પરિવારના સભ્યોએ રડતા ચહેરે વન વિભાગના કર્મચારીઓએ ગુજારેલા અમાનુષી અત્યાચારની વિગતો આપી હતી. સાંસદે આ મામલે વન મંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપી છે. સવાલ : આખી ઘટના શું બની હતી ? જવાબ : અર્જુન મૂળજી વસાવા ને ફોરેસ્ટના કર્મચારીઓ ફોરેસ્ટર દ્વારા માર મારવામાં આવ્યો જે ખરેખર કાયદા વિરુદ્ધ છે આવી રીતે માર મારવાનો આગાઉ મૂળજી છગન વસાવા કાનમાં માર મારવાથી લોહી કાઢી નાખ્યું આજે પણ તેને સાંભળવામાં તકલીફ પડે છે. સવાલ : આ મામલે તમે શું કાર્યવાહી કરશો ? જવાબ : આવો અત્યાચાર નહિ ચાલે ભાઈ..મેં વનમંત્રી પર પત્ર લખું છું કે તાત્કાલિક પગલા ભરે સવાલ : પરિવાર પાસે જમીનના કોઇ દસ્તાવેજો છે ? જવાબ : આ પરિવાર ને 1998 મા મળી જૂની જમીન હતી અને 2012 થી તેઓ ખેડાણ કામ કરે છે હાલ સનદ ની કામગીરી ચાલુ છે અને દંડપાવતી સુરેશ મૂળજી વસાવા અને તેરુબેન મૂળજી વસાવા બે પાવતી તેમની પાસે સાબૂત છે પછી તેમને મારવા ઝૂંપડા સળગાવી દેવા આવો અત્યાચાર આદિવાસી પરિવારો પર નહિ ચાલે. અગાઉ પણ જંગલની જમીન ખેડવા બાબતે વન વિભાગ તરફથી મારા મારીના બનાવો બન્યા છે. આ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે. મનસુખ વસાવા, સાંસદ,
    Click here to Read More
    Previous Article
    રોહિણી નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ,આહારમાં કાળજી લેવી જરૂરી:સોમવારથી નોતપા શરૂ થશે, સૌથી ગરમ નવ દિવસો, તડકા અને ‘ લૂ’ થી સાવધાન
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:જિલ્લામાં પંપ પર 3-3 હજાર લોકોની ભીડ છતાં ડીઝલ મળતું નથી, પણ તંત્ર કહે છે પુરતો સ્ટોક!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment