Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિણી નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ,આહારમાં કાળજી લેવી જરૂરી:સોમવારથી નોતપા શરૂ થશે, સૌથી ગરમ નવ દિવસો, તડકા અને ‘ લૂ’ થી સાવધાન

    1 week ago

    જ્યોતિષ શાસ્ત્રનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ છે. સોમવાર 25 મે થી 2 જૂન 2026 સુધી આકાશમાંથી કાળઝાળ આગ ઓકતા સૂરજદેવના લીધે નોતપા નવ દિન ધખધખતા તાપનો પ્રકોપ શરૂ થઈ રહ્યો છે. રોહિણી નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ પૃથ્વીના વિષુવવૃત્ત વિસ્તારમાં જીવતેજીવ અગ્નિકુંડમાં હોમી દેવા સક્ષમ છે, જયાં ફૂંકાતી સળગતી ગરમ લૂ અને પ્રચંડ તાપમાન માણસના શરીરને અંદરથી સૂકવીને હીટ સ્ટ્રોક- લૂ નો શિકાર બનાવી શકે છે. જો આ 9 દિવસોમાં સહેજ પણ બેદરકારી રાખી તો જીવલેણ ડિહાઇડ્રેશન અને ચક્કર જેવી આફતના શિકાર બની શકો છો. અસહ્ય જીવલેણ ગરમીમાં ટકી રહેવા માટે તમારે ખોરાકમાં ખાસ સાવધાની રાખવી પડશે. ભૂલેચૂકેય તીખો, તળેલો, વાસી ખોરાક, માસ-મદિરા કે પિત્ત ભડકાવતી ચા-કોફી પીવાની ભૂલ ન કરવી, તે શરીરની અંદર અગનજ્વાળા પેદા કરે છે. તેના બદલે અંદરની આગને શાંત કરવા માટલાનું ઠંડું અમૃત જેવું પાણી, મોળી છાશ, લીંબુ-વરિયાળીનું શરબત, નાળિયેર પાણી અને તરબૂચ-ટેટી જેવા પાણીથી ભરપૂર ફળો જ ખાવા જે તમારા પ્રાણ બચાવશે. નોતપાના તાપથી ચોમાસાનો વર્તારો “નોતપા” અથવા “નૌતપા” એ ઉનાળાની સૌથી વધુ ગરમીવાળો સમયગાળો માનવામાં આવે છે. હિંદુ પંચાંગ અને લોકમાન્યતા મુજબ જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી શરૂ થતા સતત 9 દિવસને નોતપા કહેવાય છે. આ સમય દરમિયાન તાપમાન ખૂબ વધી જાય છે અને ગરમીનો પ્રકોપ વધુ અનુભવાય છે. ખેડૂતોમાં એવી માન્યતા છે કે નોતપા દરમિયાન જેટલી કડક ગરમી પડે, તેટલું ચોમાસું સારું રહેવાની સંભાવના વધે છે. સુરક્ષા માટે આ પગલાં લ્યો બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર આગ ઓકતો તડકો હોય છે, તેથી આ કલાકોમાં બિનજરૂરી બહાર નીકળવું નહીં. જો બહાર જવું જ પડે તો આખા શરીરને સુતરાઉ કપડાંથી ઢાંકીને, માથે રૂમાલ બાંધીને અને છત્રી નો પણ ઉપયોગ કરો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં કિશોર પટેલ પ્રમુખ, હસુમતિ ટંડેલ ઉપપ્રમુખ:નિર્વિઘ્ને તાજપોશી : જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં ભાજપ શાસનના શ્રીગણેશ
    Next Article
    સાંસદે આ‎મામલે વન મંત્રીને રજૂઆત‎કરવાની ખાતરી:કમોદીયા ગામે જંગલની જમીનની સફાઇ કરતાં યુવાનને વનકર્મીઓએ માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment