Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ છતાં કાર્યવાહી નહીં:મોટા ગોખરવાળામાં તૂટેલા વીજપોલથી ભય‎

    6 days ago

    અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામમાં વાહનની ટક્કર બાદ વીજપોલ તૂટી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યોતિ ગ્રામ યોજના હેઠળ આવતા વિસ્તારમાં આવેલો આ વીજપોલ હાલ જોખમી હાલતમાં ઉભો હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલી જ્યોતિ ગ્રામ યોજના નીચે આવતા મોટા ગોખરવાળા ગામે પરા વિસ્તારમાં પ્રવીણભાઈ કથીરીયાના ઘર પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક વીજપોલ નીચેથી તૂટી ગયો છે. આ પોલ અકસ્માતના કારણે મોત સમાન લટકી રહ્યો છે. અને સ્થાનિકોના જણાવ્યા મુજબ તૂટેલો પોલ અચાનક ધરાશાયી થાય તો ચાલુ વીજ વાયરનાં કારણે જાનહાનિ અથવા આગ જેવી ગંભીર ઘટના બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાસ કરીને બાળકો અને પશુઓ માટે પણ આ સ્થિતિ જોખમી બની રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ વીજ વિભાગને પાંચ દિવસ અગાઉ કરવામાં આવી હતી. છતાં હજુ સુધી કોઈ સમારકામ કે નવો પોલ મૂકવાની કામગીરી હાથ ધરાઈ નથી. વિભાગ દ્વારા મજૂરો ઉપલબ્ધ નથી એવો જવાબ આપવામાં આવતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. લોકોએ વીજ વિભાગ સામે રોષ વ્યક્ત કરતાં તાત્કાલિક અસરથી તૂટેલો પોલ બદલી સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અગાઉથી બે પોલ લટકી રહ્યાં છે મોટા ગોખરવાળાથી રાજસ્થળી જતી આજ લાઇનના ગામના પાળા પર દોઢ વર્ષ પહેલાના બે પોલ પણ પહેલેથી તૂટેલી હાલતમાં છે. જેની પણ વીજ વિભાગને ફોટા સાથે જાણકારી આપી હોવા છતાં પોલ બદલી આપ્યા નથી
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:ડુંગર ગામે ટ્રેક્ટર લાવવાની ના કહેતા મારી નાખવાની ધમકી
    Next Article
    કેમ્પનું આયોજન:જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં 500 બાળકો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment