Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:ડુંગર ગામે ટ્રેક્ટર લાવવાની ના કહેતા મારી નાખવાની ધમકી

    6 days ago

    રાજુલા તાલુકાના ડુંગર ગામ નજીક ગેરવા ડુંગર પાસે શખ્સનું વાહન ફસાઈ જતા ટ્રેક્ટર લાવવાનું કહ્યું હોય જેની ના કહેતા વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ બન્યો છે. આ મામલે ડુંગર ગામના રહેવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અશીરભાઇ અલારખભાઇ ગાહા (ઉ.વ.40) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગઈ કાલે રાત્રે આશરે 10:30 વાગ્યે પોતાની વાડીએ ભાગીયાનું ટિફિન આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સાહીદ ઉર્ફે મુજો બચુભાઇ ગાહાનું GJ-04-W-4771 નંબર વાળું વાહન વાડીમાં ફસાઈ ગયું હતું. પોતાનું વાહન બહાર કાઢવા માટે અમરશીભાઈને ટ્રેક્ટર લાવવા કહ્યું હતું. પરંતુ ટ્રેક્ટર લાવવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયો હતો અને તેઓને ગાળો આપવા લાગ્યો હતો. ગાળો બોલવાની ના પાડતા શખ્સે હવે ફરી વખત સામો મળ્યો તો મારી નાખીશ કહી ધમકી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ગ્રામજનોમાં ભય:ખાંભાના રબારીકા ગામે 4 મકાનને‎ નિશાન બનાવી રૂા. 5 લાખની ચોરી‎
    Next Article
    ફરિયાદ છતાં કાર્યવાહી નહીં:મોટા ગોખરવાળામાં તૂટેલા વીજપોલથી ભય‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment