Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય વડોદરાના બન્યા મહેમાન:અભિનેતાની એક ઝલક જોવા ચાહકોની ભારે ભીડ, કહ્યું- કેમ છો બરોડા? મને આવીને ખૂબ ખૂશી થઈ રહી છે

    1 सप्ताह पहले

    બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોય, બડા બિઝનેસના ફાઉન્ડર ડો. વિવેક બિન્દ્રા, બ્રાન્ડ ફેક્ટરીના મોલના માલિક વસંત ગાંધી વડોદરાના મહેમાન બન્યા હતા. શહેરમાં નવા ખુલેલા બ્રાન્ડ ફેક્ટરીના મોલમાં વિવેક ઓબેરોયની એક ઝલક મેળવવા માટે ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. બોલિવૂડ અભિનેતાએ ચાહકોને સંબોધતા જણાવ્યું હતું કે, 'કેમ છો, બરોડા, મને અહીં આવીને ખૂબ ખુશી થઈ રહી છે'. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે વિવેક ઓબેરોયે શું કહ્યું? પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, જેની અસર દરેક ક્ષેત્ર પર જોવા મળી રહી છે. બીજી તરફ, તમે કહો છો કે આપણે ભારતને મજબૂત બનાવીશું. પરંતુ, જ્યારે ખરીદ શક્તિ જ ઓછી થઈ જશે, તો આપણે કેવી રીતે આગળ વધીશું? આ સવાલના જવાબમાં વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે, આ તમારો ખૂબ જ સારો અને મહત્વનો સવાલ છે, પરંતુ આ થોડો જટિલ વિષય છે. હું તમને આ જ સવાલ ઉલટો કરીને પૂછું કે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ એકદમ ઘટી ગયા હતા, ત્યારે કોઈએ આવા સવાલો નહોતા પૂછ્યા, ખરું ને? આપણે એ સમજવું પડશે કે કોમોડિટીના ભાવોમાં વધ-ઘટ થવી એ કોઈ આજકાલની વાત નથી, આ સિલસિલો છેલ્લા 100 વર્ષથી ચાલી રહ્યો છે. 'ભારતે પહેલેથી જ ઘણા મજબૂત લોન્ગ-ટર્મ કોન્ટ્રાક્ટ્સ સાઈન કર્યા છે' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જેમ સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ આવે છે, તેમ પેટ્રોલના ભાવ પણ ઉપર-નીચે થતા જ રહે છે. હાલમાં આપણે જે વૈશ્વિક પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ તે ચોક્કસપણે ચિંતાજનક છે, આ કોઈ સારી સ્થિતિ નથી. પરંતુ, જેમ જેમ આ વૈશ્વિક સમસ્યાઓનું નિવારણ આવશે અને સપ્લાય ચેઈન ફરીથી પૂર્વવત થશે, તેમ બધું જ ફરીથી સરભર થઈ જશે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ ભારતે પહેલેથી જ ઘણા મજબૂત લોન્ગ-ટર્મ કોન્ટ્રાક્ટ્સ સાઈન કરી લીધા છે. ભારત પોતાની એનર્જી સિક્યોરિટી પર ખૂબ જ સચોટ અને વૈવિધ્યપૂર્ણ રીતે કામ કરી રહ્યું છે. 'આપણું 'એનર્જી ટ્રાન્ઝિશન' ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે' તેઓએ કહ્યું હતું કે, એક ઉદાહરણ આપું તો, વર્ષ 2014માં ભારતનું રિન્યુએબલ એનર્જી માટેનું કમિટમેન્ટ 20 ગીગાવાટનું હતું. 2014માં જ સરકારે તેને વધારીને 100 ગીગાવાટ કરવાનું લક્ષ્ય જાહેર કર્યું અને આજે આપણે એ નિર્ધારિત સમય કરતાં પણ આગળ ચાલી રહ્યા છીએ, પાછળ નથી. એટલે કે આપણું 'એનર્જી ટ્રાન્ઝિશન' પણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. તેમાં ઘણા મોટા બદલાવો આવી રહ્યા છે. બડા બિઝનેસના ફાઉન્ડર ડૉ. વિવેક બિન્દ્રાએ શું કહ્યું? સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી' ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. તમારું શું માનવું છે, નેપાળમાં જે કંઈ પણ થયું તેવો મોટો બદલાવ શું ભારતમાં પણ શક્ય છે? તેવા સવાલના જવાબમાં બડા બિઝનેસના ફાઉન્ડર ડૉ. વિવેક બિન્દ્રાએ જણાવ્યું હતું કે, જુઓ, નેપાળ અને ભારત વચ્ચેનો તફાવત 'સ્પીડ બોટ' અને 'મોટા દરિયાઈ જહાજ' જેવો છે. સ્પીડ બોટ ગમે તેટલી ઝડપે જતી હોય, પણ તેને ગમે ત્યારે 'યુ-ટર્ન' મારવો હોય તો તે સરળતાથી મારી શકે છે, તેનાથી કોઈ મોટી સમસ્યા નથી થતી. પરંતુ દરિયાઈ જહાજ એટલું મોટું હોય છે કે જો તે એકદમ ઝડપથી યુ-ટર્ન લેવાનો પ્રયત્ન કરે, તો તેની અંદર રહેલી તમામ વસ્તુઓ અસ્તવ્યસ્ત થઈ જાય અને નુકસાન થાય. એટલે અહીં રાતોરાત કંઈ પણ બદલાવાનું નથી. જો ભારતમાં કોઈ મોટો બદલાવ લાવવો હોય, તો તે લાવવામાં સમય લાગશે. આપણે એ સમજવું પડશે કે ભારત એક ઘણો મોટો દેશ છે અને તે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. અહીં જો કોઈ પણ પરિવર્તન લાવવું હોય, તો તમારે છેવાડાના ગ્રાહક એટલે કે સામાન્ય જનતા સાથે સીધું જોડાવું જ પડશે. 'આપણા દેશમાં વેપારના માધ્યમથી જ વાસ્તવિક ક્રાંતિ આવશે' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારું એવું માનવું છે કે આપણા દેશમાં જે વાસ્તવિક ક્રાંતિ આવશે, તે બિઝનેસ એટલે કે વેપારના માધ્યમથી જ આવશે. હવે જો તમે મને એમ પૂછો કે હું ભાજપનો માણસ છું? તો હું કહીશ 'ના'. તમે પૂછો કે હું કોંગ્રેસનો છું? તો હું કહીશ 'ના'. તમે પૂછો કે હું આમ આદમી પાર્ટીનો છું? તો હું કહીશ 'બિલકુલ ના'. હું માત્ર એક બિઝનેસમેન છું. તમે પ્રશ્ન ગમે તે પૂછશો, મારો જવાબ બિઝનેસ અને અર્થતંત્રના દ્રષ્ટિકોણથી જ રહેશે. ગુજરાતી માણસની બિઝનેસ પ્રત્યેની માનસિકતા અદભુત છે! ગુજરાતીઓ વિશે તમારો શું અભિપ્રાય છે? તેઓ બિઝનેસમાં આટલા આગળ કેમ હોય છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, જુઓ, ગુજરાતી માણસની જે બિઝનેસ પ્રત્યેની માનસિકતા છે ને, તે અદભુત છે! એક ગુજરાતી માણસ કમ્પ્યુટર કે સોફ્ટવેર એન્જિનિયરિંગ કરશે, પણ એ સોફ્ટવેર કંપનીમાં નોકરી નહીં કરે. એ પોતાની હાર્ડવેરની દુકાન ખોલીને પણ બિઝનેસમેન બનવાનું જ પસંદ કરશે. તેવી જ રીતે, કોઈ ગુજરાતી જો હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરે, તો એ કોઈ મોટી હોટેલમાં નોકરી કરવાને બદલે બજારમાં પોતાનો જ ખાણી-પીણીનો ગલ્લો કે ઠેલો શરૂ કરીને ખુદનો બિઝનેસ કરવાનું વધારે પસંદ કરશે. ટૂંકમાં, એમને તો બસ બિઝનેસ જ કરવો છે!
    Click here to Read More
    Previous Article
    લખનઉનો આયુષ બદોની બગડ્યો:સતત બાઉન્ડરી ફટકારીને ટીમની સ્થિતિ સુધારી; પંજાબના બે બોલર્સને વિકેટ મળી
    Next Article
    ગોધરામાં બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:'B' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણી ઉપસ્થિત, ગાય અને ઊંટની કુરબાની ન આપવા અપીલ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment