Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મારે કોંગ્રેસનો પટ્ટો પહેરવાનો નથી, જરુર હશે તો સપોર્ટ કરીશ':ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થયા, આપને ગણાવી ભાજપની B ટીમ

    10 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાવાની તૈયારી છે. તે પહેલા જ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નેતા શંકરસિંહ વાઘેલાએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જરુર હોય તો બિનશરતી મદદની તૈયારી બતાવતા રાજકીય ગરમાવો આવ્યો છે. સુરતની મુલાકાતે આવેલા બાપુએ કહ્યું હતું કે, ભલે તેઓ કોંગ્રેસનો ખેસ ન પહેરે, પરંતુ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તેઓ કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોને મજબૂત પીઠબળ પૂરું પાડવા તૈયાર છે. શંકરસિંહ આગામી ચૂંટણીમાં 'બીજેપી વર્સીસ ઓલ'નો નવો નારો શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, યશવંત સિંહા દ્વારા સ્થાપિત 'ગુજરાત નાગરિક પરિષદ' અને વાસુદેવભાઈ પટેલના નેતૃત્વમાં આગામી કોર્પોરેશન, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં 'ભાજપ વિરુદ્ધ તમામ' (BJP vs All) નો પ્રયોગ કરવામાં આવશે. વાઘેલાના મતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પક્ષના મેન્ડેટ કરતા સ્થાનિક પ્રશ્નો અને પ્રતિષ્ઠિત લોકો વધુ મહત્વના હોય છે. આ અભિયાન અંતર્ગત તેઓ કોંગ્રેસ અને અન્ય પક્ષોને એક મંચ પર લાવી ભાજપની વોટબેંકમાં ગાબડું પાડવાની યોજના બનાવી રહ્યા છે. કોંગ્રેસ સાથેના સંબંધો પર સ્પષ્ટતા કરતા કહ્યું- 'ખેસ નહીં પહેરું પણ સાથ આપીશ' કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "મારે કોંગ્રેસમાં જોડાવું નથી કે નથી ખેસ પહેરવો." જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો કોંગ્રેસને લાગે કે ભાજપને હરાવવા માટે તેમના માર્ગદર્શન કે સપોર્ટની જરૂર છે, તો તેઓ કોઈ પણ શરત વગર મદદ કરવા તૈયાર છે. આ નિવેદન દર્શાવે છે કે વાઘેલા કોંગ્રેસ માટે એક 'કિંગમેકર'ની ભૂમિકા ભજવવા ઈચ્છે છે, જેથી વિપક્ષી મતોનું વિભાજન અટકાવી શકાય. ભાજપ પર પ્રહાર: 'કોંગ્રેસ મુક્ત'ને બદલે 'કોંગ્રેસ યુક્ત' ભાજપ વાઘેલાએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ જે 'કોંગ્રેસ મુક્ત ભારત'ની વાતો કરતું હતું, તે આજે પોતે જ 'કોંગ્રેસ યુક્ત' બની ગયું છે. તેમણે કટાક્ષ કર્યો કે આજે ભાજપમાં અસલી ભાજપના કાર્યકરો શોધવા એટલા જ મુશ્કેલ છે જેટલું સુરતમાં અસલી સુરતીને શોધવું. તેમણે ભાજપને 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી' તરીકે સંબોધીને આક્ષેપ કર્યો કે જૂના અને નિષ્ઠાવાન કાર્યકરોને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અને આયાતી નેતાઓનું વર્ચસ્વ વધ્યું છે. કોંગ્રેસ માટે વ્યૂહાત્મક તક: વાઘેલાનું માર્ગદર્શન કેટલું કામ લાગશે? કોંગ્રેસ માટે અત્યારે સૌથી મોટો પડકાર પાયાના સ્તરે સંગઠનને મજબૂત કરવાનો છે. વાઘેલાનો બહોળો અનુભવ અને ક્ષત્રિય મતો પર તેમની પકડ કોંગ્રેસ માટે ચૂંટણીમાં સંજીવની સમાન સાબિત થઈ શકે છે. વાઘેલાએ જાહેરાત કરી છે કે તેમને કોઈ ટિકિટ કે પદની લાલસા નથી, આ બાબત કોંગ્રેસના હાઈકમાન્ડ માટે સાનુકૂળ બની શકે છે. જો કોંગ્રેસ વાઘેલાના આ 'બિનશરતી' ટેકાનો યોગ્ય ઉપયોગ કરે, તો ભાજપના ગઢ ગણાતા વિસ્તારોમાં ગાબડું પાડી શકાય તેમ છે. આમ આદમી પાર્ટી પર નિશાન: 'આપ'ને ભાજપની 'બી-ટીમ' ગણાવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 'આપ'ની એન્ટ્રી વિશે વાત કરતા વાઘેલાએ ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીનો જન્મ જ દિલ્હીમાં ભાજપના કાર્યાલયમાં કોંગ્રેસના શાસનને ખતમ કરવાના કાવતરાના ભાગરૂપે થયો હતો. તેમણે સુરતીઓને ચેતવતા કહ્યું કે પંજાબ સરકારના નાણાં અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવી રહ્યા છે. વાઘેલાના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ વિપક્ષી મતોને 'આપ' તરફ જતા રોકીને સીધા કોંગ્રેસ તરફ વાળવા માંગે છે. ચૂંટણીનો એક્શન પ્લાન: સુરત અને રાજકોટમાં બેઠકોનો દોર વાઘેલાએ અત્યાર સુધીમાં રાજકોટ અને અમદાવાદમાં મહત્વની બેઠકો કરી છે અને હવે સુરતમાં પણ તેમણે સ્થાનિક નેતાઓ અને નાગરિક પરિષદના સભ્યો સાથે ચર્ચા કરી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો છે જે પક્ષબંધીથી ઉપર ઉઠીને પ્રજાના કામ કરી શકે. આ રણનીતિ જો સફળ રહે તો આગામી સમયમાં ગુજરાતના રાજકારણમાં સત્તાધારી પક્ષ ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. મારે કોઈ કન્ડિશન ન હોય અને મારે એમાંથી કંઈ લેવાનું નથી. શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે,મારો પોતાનો પક્ષ છે. આજનો નહીં, 2019 માં શરૂ કરેલો છે. એક્ટિવલી છે. એ પક્ષ ચાલે જ છે. પણ આજે થોડા દિવસ પહેલાં યશવંત સિંહા આવ્યા હતા અમદાવાદ અને એમણે એક નાગરિક પરિષદ, ગુજરાત નાગરિક પરિષદની સ્થાપના કરેલી. વાસુદેવભાઈ પટેલ જે આવ્યા છે એ એના અધ્યક્ષ છે. અને આવનાર કોર્પોરેશનની ઇલેક્શન્સ છે કે આ લોકલ સેલ્ફ તાલુકા-જિલ્લા પંચાયતની ઇલેક્શન્સ છે, એમાં 'બીજેપી વર્સીસ ઓલ' એ નારો લઈને એ ચાલી રહ્યા છે. એમાં કોંગ્રેસ, આપવાળા જે માને એ ખરા. પ્રતિષ્ઠિત અને સારા લોકો આમાં આવે. એસેમ્બલી, લોકસભા અલગ સવાલ છે, જેમાં પાર્ટી મેન્ડેટ હોય વગેરે વગેરે. સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાનિક લોકો જ હોય, એમાં પાર્ટીના મેન્ડેટની જરૂર ન હોય. એવા ઠેકાણે એ પ્રયોગ સુરતમાંય કરવાના છે, પછી મેં રાજકોટ મીટીંગ લીધેલી, અમદાવાદમાં પણ મીટીંગ થઈ ગયેલી છે. એક જે પ્રયોગ છે, જે પોતે વાસુદેવભાઈ કરવાના છે.હું કોંગ્રેસમાં જોડાવાનો નથી, મારે ખેસ નથી પહેરવો. પણ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં હરાવવી હોય અને કોંગ્રેસને એવું લાગે કે આપણા સપોર્ટની જરૂર છે, તો એમાં કઈ મારે કોઈ કન્ડિશન ન હોય અને મારે એમાંથી કંઈ લેવાનું નથી. પંજાબ સરકારના રૂપિયા અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ભાજપનો જે નારો હતો કે 'કોંગ્રેસ મુક્ત ભારત' એની જગ્યાએ આખું ભાજપ 'કોંગ્રેસ યુક્ત' બની ગયું છે. આજની ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના એટલા બધા લોકો છે કે 'અસલ ભાજપ શું' એ શોધવું આજે સુરતમાં 'અસલ સુરતી કોણ' એ શોધવા જેવું અઘરું થઈ ગયું છે. ઓરીજનલ ભાજપ તો ખતમ થઈ ગયું છે. આ 'ભ્રષ્ટાચારી જનતા પાર્ટી' અત્યારે ભારતીય જનતા પાર્ટી બની ગઈ છે.મારે કોંગ્રેસનો પટ્ટો પહેરવાનો નથી, મારે કોંગ્રેસની વિધાનસભાની ટિકિટ પણ નથી લેવાની. પણ જો ભારતીય જનતા પાર્ટીને હરાવવામાં એમને લાગે કે મારું કોઈ યોગદાન કામ આવશે તો અમે તૈયાર છીએ, કોઈ વાંધો નથી.આમ આદમી પાર્ટીનો જન્મ જ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં ભેગા થઈને કોંગ્રેસનું 15 વર્ષનું શાસન હટાવવા માટેના કાવતરાના ભાગરૂપે થયો હતો.જે દિલ્હીમાં જન્મ થયો હોય એ બધે જ લાગુ પડે ને. પંજાબ સરકારના રૂપિયા અત્યારે ગુજરાતમાં ઠાલવવામાં આવે છે. મજા કરો, જે કરવું હોય એ કરો, પેલો પટ્ટો પહેરીને.
    Click here to Read More
    Previous Article
    સોનીને ઠગોએ 96 લાખનો ચૂનો લગાવ્યો:750 ગ્રામ સોનાનું બિસ્કિટ લઈ રૂપિયા ચૂકવ્યા નહીં, સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
    Next Article
    વેવાણનો મૃતદેહ ખભે ઊંચકીને ફેંકવા જતા વેવાઈના CCTV:ભાભી સાથેના પ્રેમસંબંધમાં સગા પુત્રએ માતાની હત્યા કરી, સુરત ક્રાઇમ બ્રાન્ચની નજર દોરી પર પડી ને રહસ્ય ખૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment