Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તીન પત્તીનો જુગાર રમતા ચાર ઝડપાયા:આડોડીયાવાસ વિસ્તારના ચોકમાં પોલીસની રેડ, એક અંધારાનો લાભ લઇ ફરાર

    1 सप्ताह पहले

    ભાવનગરના આડોડીયાવાસ ચોકમાં રાત્રિના સમયે કેટલાક શખસો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. જે અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જવાનો જ્યારે પેટ્રોલિંગ પર હતા, તે દરમિયાન તેમને એક ચોક્કસ માહિતી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે આડોડીયાવાસ ચોકમાં દરોડા પાડીને ચાર શખસને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. જ્યારે અંધારાનો લાભ લઈ એક શખસ ફરાર થવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલા આરોપીની વિગતો સંજય દાઠીયા (રહે. વાલકેટ ગેટ, કરચલીયા પરા) રાજુ મકવાણા (રહે. તિલકનગર, વાલ્મિકી વાસ) નરેન્દ્ર ડોડીયા (રહે. આનંદનગર) રૈયાન શેખ (રહે. જમનાકુંડ) મુદ્દામાલ જપ્ત અને કાયદેસરની કાર્યવાહી ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે નાસી છૂટનાર ઈસમનું નામ જતીન સરવૈયા છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જુગારના સ્થળ પરથી જુગારનું સાહિત્ય અને પટમાંથી રોકડા 4,480નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટની કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ:'B' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણી ઉપસ્થિત, ગાય અને ઊંટની કુરબાની ન આપવા અપીલ
    Next Article
    મહીસાગર ITI પ્રવેશ 2026માં ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ:પ્રથમ રાઉન્ડની અંતિમ તારીખ 23 જૂન; હેલ્પડેસ્ક પણ ઉપલબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment