Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢના આવલ ગામમાં રીંછ ઘૂસ્યું:વન વિભાગે પકડ્યું, ઘટનાનો વીડિયો વાયરલ

    1 सप्ताह पहले

    બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના આવલ ગામમાં જંગલમાંથી એક રીંછ રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યું હતું. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ રીંછને પકડી પાડ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રીંછ ગામની સીમમાંથી પસાર થઈને શેરીઓમાં પહોંચી ગયું હતું. અચાનક રહેણાંક વિસ્તારમાં રીંછ આવી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, રીંછ ખોરાક કે પાણીની શોધમાં જંગલમાંથી ભટકીને રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓએ રીંછને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આખરે રીંછને સુરક્ષિત રીતે પકડી પાડવામાં સફળતા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    મોડાસાના કોલીખડ પાસે ST બસ સાથે ડમ્પર અથડાયું:અમદાવાદ જતી બસમાં સવાર તમામ 19 મુસાફરોનો આબાદ બચાવ, ડમ્પરચાલક વાહન મૂકી ફરાર
    Next Article
    BHMS એડમિશનના નામે બોગસ ડોક્ટર, નકલી ટ્રસ્ટીનો ખેલ:ડિંડોલીના વેપારીને 8.85 લાખનો ચૂનો લગાવ્યો, એમપીની કોલેજમાં એડમિશનના બદલે આપેલી ડિગ્રી નકલી નીકળી, પોલીસ ફરિયાદ દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment