Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BHMS એડમિશનના નામે બોગસ ડોક્ટર, નકલી ટ્રસ્ટીનો ખેલ:ડિંડોલીના વેપારીને 8.85 લાખનો ચૂનો લગાવ્યો, એમપીની કોલેજમાં એડમિશનના બદલે આપેલી ડિગ્રી નકલી નીકળી, પોલીસ ફરિયાદ દાખલ

    1 सप्ताह पहले

    સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે બી ફાર્માની ડિગ્રી ધારક એવા મેડિકલ સ્ટોર ચલાવનાર સાથે મધ્ય પ્રદેશની સોફિયા કોલેજના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વેપારી, જેઓ પોતે પહેલેથી જ એક મેડિકલ ડિગ્રી ધરાવે છે, તેઓ વધુ આગળ વધવા માટે BHMS કોર્સમાં નિયમિત પ્રવેશ મેળવવા માંગતા હતા. જોકે, બોગસ ડોક્ટર અને કોલેજના નકલી ટ્રસ્ટીએ એડમિશન અપાવવાના નામે રૂ. 8.85 લાખ ખંખેરી લીધા હતા. આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે એડમિશન વગર વેપારીને મળેલી ડિગ્રી અને માર્કશીટ તપાસતા તે સંપૂર્ણપણે બોગસ હોવાનું માલૂમ પડ્યું હતું. ફેસબુક પર થઈ હતી ઓળખાણ ફરિયાદી દેવેન્દ્રસિંઘ પટેલ ઉચ્ચ અભ્યાસ માટે BHMSની ડિગ્રી મેળવવા પ્રયત્નશીલ હતા. આ દરમિયાન ફેસબુકના માધ્યમથી તેમની ઓળખાણ ડો. વિજય એસ. રાઠોડ સાથે થઈ હતી. આરોપીએ પોતાની ઓળખ એક ડોક્ટર તરીકે આપી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે મધ્ય પ્રદેશની સોફિયા કોલેજના ટ્રસ્ટીઓ તેના અંગત સંપર્કમાં છે. આરોપીએ વેપારીને ભરોસો આપ્યો હતો કે તેઓ કોઈ પણ જટિલ પ્રવેશ પરીક્ષા કે લાંબી પ્રક્રિયા વગર જ તેમને કોલેજમાં સીધો પ્રવેશ અપાવી દેશે. એડમિશનના નામે 8.85 લાખ રૂપિયાની ચુકવણી ફરિયાદીએ કોઈપણ પ્રકારની ખોટી લાલચમાં આવ્યા વિના, માત્ર નિયમિત શૈક્ષણિક પ્રવેશ (એડમિશન) મેળવવાના હેતુથી આરોપીઓ પર વિશ્વાસ મૂક્યો હતો. દેવેન્દ્ર સિંઘે એડમિશન માટે પહેલા ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા 3.85 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. ત્યારબાદ, બાકીના 4.70 લાખ રૂપિયા તેમણે કોલેજની બહાર રૂબરૂ જઈને આરોપીઓને આપ્યા હતા. આમ, કુલ 8.85 લાખ રૂપિયા પડાવ્યા બાદ ઠગોએ ફરિયાદીને સોફિયા કોલેજનો એડમિશન લેટર, જીવાજી યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ જેવા દસ્તાવેજો વોટ્સએપ પર મોકલી આપ્યા હતા. એડમિશન કે પરીક્ષાનું ઠેકાણું નહીં, સીધી ડિગ્રી પધરાવી આરોપીઓએ કોઈપણ પ્રકારની પ્રવેશ પ્રક્રિયા કે પરીક્ષા લીધા વિના જ ફરિયાદીને ડિગ્રી અને માર્કશીટ તૈયાર કરી આપી દીધી હતી. જ્યારે ફરિયાદીએ આટલી સરળતાથી મળેલી ડિગ્રી અંગે શંકા વ્યક્ત કરી પૂછપરછ કરી, ત્યારે આરોપીઓએ ખૂબ જ બેફામ જવાબ આપ્યો હતો. તેમણે વેપારીને કહ્યું હતું કે, "તારે ડિગ્રીથી મતલબ રાખ, બાકીની બાબતોમાં પડવાની જરૂર નથી". આ જવાબથી ફરિયાદીની શંકા વધુ ઘેરી બની હતી અને તેમણે દસ્તાવેજોની ખરાઈ કરવાનું શરૂ કર્યું હતું. તપાસમાં તમામ દસ્તાવેજો બોગસ જ્યારે ફરિયાદીએ મેળવેલા દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, જે સોફિયા કોલેજના નામે તેમને ડિગ્રી આપવામાં આવી હતી, તે આખું નેટવર્ક જ બોગસ છે. જીવાજી યુનિવર્સિટીના નામે આપવામાં આવેલા તમામ માર્કશીટ અને સર્ટિફિકેટ નકલી હતા. એટલું જ નહીં, જે વિજય રાઠોડે પોતાને ડોક્ટર ગણાવ્યો હતો, તેની પાસે કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી નહોતી. સાથે જ જે મહેન્દ્ર બાંગરને કોલેજનો ટ્રસ્ટી ગણાવીને મુલાકાત કરાવાઈ હતી, તે પણ કોઈ પણ રીતે આ કોલેજ સાથે જોડાયેલો ન હોવાનો ખુલાસો થયો હતો. પોતે ઠગાઈનો ભોગ બન્યા હોવાની ખાતરી થતાં ફરિયાદીએ આરોપીઓનો સંપર્ક કરીને પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ પૈસા પરત આપવાને બદલે આરોપીઓએ વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. સતત ધમકીઓ મળતા અને પોતાની સાથે થયેલી છેતરપિંડીને પગલે અંતે ફરિયાદી દેવેન્દ્ર સિંઘે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ બોગસ ડિગ્રી રેકેટના અન્ય સભ્યો સુધી પહોંચી શકાય.
    Click here to Read More
    Previous Article
    અમીરગઢના આવલ ગામમાં રીંછ ઘૂસ્યું:વન વિભાગે પકડ્યું, ઘટનાનો વીડિયો વાયરલ
    Next Article
    Ahmedabad Son Missing in Georgia | અમદાવાદમાં રહેતા પરિવારનો યુવાન દીકરો જ્યોર્જિયામાં ગુમ | Georgia

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment