Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસાના કોલીખડ પાસે ST બસ સાથે ડમ્પર અથડાયું:અમદાવાદ જતી બસમાં સવાર તમામ 19 મુસાફરોનો આબાદ બચાવ, ડમ્પરચાલક વાહન મૂકી ફરાર

    1 week ago

    મોડાસા નજીક આવેલા કોલીખડ પાસે આજે એક એસટી બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસમાં સવાર તમામ 19 મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નાનાવાડાથી અમદાવાદ તરફ જઈ રહેલી એસટી બસ જ્યારે કોલીખડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે તે ડમ્પર સાથે અથડાઈ હતી. ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે રસ્તા પર સર્જાયેલા આ અકસ્માતને કારણે એસટી બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. અકસ્માત સમયે બસમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને ચીસાચીસ મચી ગઈ હતી. ડ્રાઈવરની સતર્કતાથી મોટી હોનારત ટળી અકસ્માતની આ ઘટનામાં બસના ડ્રાઈવરે સમયસૂચકતા અને હોશિયારી દાખવતા બ્રેક મારી દીધી હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. ઘટના બાદ એસટી કર્મચારીઓએ તાત્કાલિક આ સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડીઝલ અછત: કોંગ્રેસે ગધેડા સાથે વિરોધ કર્યો:વઢવાણ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ-ઉપપ્રમુખ વરણી સમયે પ્રદર્શન
    Next Article
    અમીરગઢના આવલ ગામમાં રીંછ ઘૂસ્યું:વન વિભાગે પકડ્યું, ઘટનાનો વીડિયો વાયરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment