Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશ્લીલ વીડિયો વાઈરલ થતા ઈકાબાપુને ભારતી આશ્રમમાંથી દૂર કરાયા:આશ્રમમાં રહેતા યુવક પાસે અશ્લીલ હરકતો કરાવી, યુવકની અરજી બાદ પોલીસ તપાસ શરૂ

    1 week ago

    અમદાવાદના સરખેજમાં આવેલો ભારતી આશ્રમ વધુ એકવાર વિવાદમાં આવ્યો છે. આશ્રમના ઈકાબાપુનો એક અશ્લીલ હરકતો વાળો વીડિયો વાઈરલ થતા આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા ઈકાબાપુને ભારતી આશ્રમમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. ઈકાબાપુને સંસ્થાનું નામ, પદ અને પ્રતિનિધિત્વનો ઉપયોગ ના કરવા સૂચના આપવામાં આવી છે. એક યુવક પાસે ઈકાબાપુ અશ્લીલ હરકત કરાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે બાબતે યુવક દ્વારા સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી અપાતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે. આશ્રમમાં રોકાયેલા યુવક પાસે અશ્લીલ હરકત કરાવી મૂળ ભાવનગરનો યુવક નોકરી માટે અમદાવાદ આવ્યો હતો.યુવક રહેવાની વ્યવસ્થા માટે પીજીની શોધમાં હતો.આ દરમિયાન યુવક ભારતી આશ્રમ પહોંચ્યો હતો. યુવક 6 મેથી ભારતી આશ્રમમાં રોકાયો હતો.આશ્રમમાં થોડા દિવસ રહ્યા બાદ આશ્રમના એક સંત દ્વારા યુવક પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી.યુવક પાસે અશ્લીલ હરકતો પણ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવકે સરખેજ પોલીસને અરજી આપી છે જેમાં જણાવ્યું છે કે, તેમને આશ્રમમાં રહેવા અને સંતોની સેવા કરવા માટેનું કામ આપવામાં આવ્યું હતું.આ દરમિયાન આશ્રમમાં રહેતા એકા બાપુ યુવકને તેમના રૂમમાં બોલાવતા અને હાથ પગ દબાવી માલિશ કરવાનું કહેતા, યુવક શરૂઆતમાં માલિશ કરતો,જે બાદ બાપુએ યુવકને અશ્લીલ હરકત કરવા જણાવ્યું હતું. જો ના કરે તો આશ્રમમાંથી કાઢી દેવા અને જોઈ લઈશું તેવી ધમકી પણ આપી હતી. જેથી યુવક સાથે ત્રણથી ચાર વખત અશ્લીલ હરકત કરાવવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે.આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ. એલ ચાવડાએ જણાવ્યું હતું કે ગઈકાલે યુવકની અરજી મળી છે.અરજીના આધારે અને વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આશ્રમ દ્વારા ઈકાબાપુને જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા ઈકાબાપુનો વીડિયો વાઈરલ થયા બાદ ટ્રસ્ટીઓ દ્વારા તાત્કાલીક બેઠક બોલાવી ઈકાબાપુને આશ્રમની તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. વાઈરલ થયેલા વીડિયો ધાર્મિક લાગણી ઠેસ પહોંચવાના કારણે સંસ્થામાંથી દૂર કરવામાં આવ્યા છે. સાથે તેઓનેસંસ્થાના નામ, પદ અને પ્રતિનિધત્વ ઉપયોગ ના કરવાની પણ સૂચના આપવામાં આવી છે.સંસ્થા દ્વારા આપવામાં આપવામાં આવેલ સંબંધિત વસ્તુ પરત કરવાની સૂચના આપી છે. જ્યાં સુધી તેમના પણ લાગેલ આરોપ ખોટા સાબિત ના ત્યાં સુધી ભારતી આશ્રમ સંસ્થામાં દૂર રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ કાર્યકરની હત્યા કેસમાં ત્રણ આરોપી ઝડપાયા:મહારાષ્ટ્રથી મિલિંદ કોળી સહિતના આરોપીને દબોચ્યા, પોલીસને ચકમો આપવા ટ્રકમાં ટુ-વ્હીલર લોડ કરી પહોંચ્યા હતા જલગાંવ
    Next Article
    જૂનાગઢમાં ઇંધણના ભાવ ભડકે બળ્યા:પેટ્રોલના રૂ. 99.92 તો ડીઝલના રૂ.95.85 ભાવ થયો, તાલુકાઓમાં પેટ્રોલ રૂ. 100ને પાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment