Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ઇંધણના ભાવ ભડકે બળ્યા:પેટ્રોલના રૂ. 99.92 તો ડીઝલના રૂ.95.85 ભાવ થયો, તાલુકાઓમાં પેટ્રોલ રૂ. 100ને પાર

    1 week ago

    જૂનાગઢ શહેર અને સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જોરદાર વધારો ઝીંકાતા સામાન્ય જનતા સહિત ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીઓમાં વ્યાપક વધારો થયો છે. છેલ્લા બે જ દિવસમાં ઇંધણના ભાવમાં મોટો ઉછાળો આવતા વાહનચાલકો અને પોતાના વાહનોમાં ઇંધણ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યા છે. બજારમાં અત્યારે એવી ભીતિ સેવાઈ રહી છે કે આગામી દિવસોમાં પણ આ ભાવો હજુ વધારે ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, જેને કારણે લોકોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. પેટ્રોલના રૂ. 99.92 તો ડીઝલના રૂ.95.85 ભાવ થયો ​ભાવની વિગતવાર વાત કરીએ તો બે દિવસ પહેલા જૂનાગઢમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 99.04 રૂપિયા હતો, જે આજે વધીને 99.92 રૂપિયા પર પહોંચી ગયો છે. આમ પેટ્રોલમાં લીટર દીઠ 88 પૈસાનો સીધો વધારો ઝીંકાયો છે. જ્યારે બીજી તરફ ડીઝલનો ભાવ જે બે દિવસ પહેલા પ્રતિ લીટર 94.91 રૂપિયા હતો, તે આજે વધીને 95.85 રૂપિયા પર પહોંચી ગયો છે. તાલુકાઓમાં પેટ્રોલ રૂ. 100ને પાર અહીં ખાસ નોંધનીય બાબત એ છે કે જૂનાગઢ શહેરમાં ભલે પેટ્રોલનો ભાવ 99.92 રૂપિયા હોય, પરંતુ જિલ્લાના અનેક તાલુકા મથકોએ ટ્રાન્સપોર્ટેશન અને અન્ય ગણતરીના કારણે આ જ પેટ્રોલના ભાવ પ્રતિ લીટર 100 રૂપિયાને પાર થઈ ગયા છે. તાલુકા કક્ષાએ જોવા મળતો આ આકરો ભાવવધારો ગ્રામ્ય જનતાની કમર તોડી રહ્યો છે. પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળતાં ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા ​આ આર્થિક બોજની વચ્ચે હાલ ડીઝલની ભારે અછત જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે જગતનો તાત ગણાતો ખેડૂત ભારે મૂંઝવણમાં મુકાયો છે. એક તરફ ચોમાસું નજીક હોવાથી ખેડૂતોએ પોતાના ખેતરોમાં આગામી પાકના વાવેતરની તૈયારીઓ અને શરૂઆત કરવાની હોય છે, ત્યારે બીજી તરફ સમયસર અને પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાના કારણે આ વાવેતર ખોરંભે ચડે તેવી સ્થિતિ પેદા થઈ છે. પોતાના ટ્રેક્ટરો અને કૃષિ સાધનો માટે ડીઝલ મેળવવા ખેડૂતો કલાકો સુધી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવીને ઊભા રહે છે, છતાં તેમને નિરાશા સાંપડી રહી છે. ​જિલ્લાના વેપાર, ઉદ્યોગ અને નાના-મોટા ધંધાઓ પર અસર ડીઝલની આ કટોકટી અને અછતની સીધી અસર માત્ર ખેતી પર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના વેપાર, ઉદ્યોગ અને નાના-મોટા ધંધાઓ પર પણ પડવા લાગી છે. વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે અને માલસામાનની હેરફેર મોંઘી તથા ધીમી થતાં બજારોની આર્થિક ગતિવિધિઓ મરી પરવારી છે. સમયસર ડીઝલ ન મળવું અને સાથે સતત વધતા ભાવોએ જૂનાગઢના નાગરિકો અને ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિમાં મૂકી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    અશ્લીલ વીડિયો વાઈરલ થતા ઈકાબાપુને ભારતી આશ્રમમાંથી દૂર કરાયા:આશ્રમમાં રહેતા યુવક પાસે અશ્લીલ હરકતો કરાવી, યુવકની અરજી બાદ પોલીસ તપાસ શરૂ
    Next Article
    સેક્ટર-17 પોસ્ટ ઓફિસનું આધાર કેન્દ્ર હવે રવિવારે પણ ખુલ્લું રહેશે:સવારે 10થી સાંજે 6 સુધી બાયોમેટ્રિક સહિતની તમામ સેવા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment