Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેક્ટર-17 પોસ્ટ ઓફિસનું આધાર કેન્દ્ર હવે રવિવારે પણ ખુલ્લું રહેશે:સવારે 10થી સાંજે 6 સુધી બાયોમેટ્રિક સહિતની તમામ સેવા મળશે

    1 week ago

    ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વસતા નાગરિકો તેમજ ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે સરકારી કામકાજ અર્થે એક મહત્વપૂર્ણ અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા સ્થાનિક જનતાની સુવિધામાં વધારો કરવાના હેતુથી હવે સેક્ટર-17 સ્થિત મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આવેલું આધાર કેન્દ્ર દર રવિવારના દિવસે પણ સંપૂર્ણપણે કાર્યરત રાખવામાં આવશે. કામકાજના દિવસોમાં સમયના અભાવે જરૂરી સુધારા વધારા કરાવી શકતા નહોતા સામાન્ય રીતે નોકરિયાત વર્ગ, શ્રમિકો અને વિદ્યાર્થીઓ માટે અઠવાડિયાના ચાલુ દિવસો દરમિયાન પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને આધાર કાર્ડ સંબંધિત કામગીરી કરાવવી ખૂબ જ પડકારજનક સાબિત થતી હોય છે. કામકાજના દિવસોમાં સમયના અભાવે ઘણા લોકો લાંબા સમય સુધી પોતાના દસ્તાવેજોમાં જરૂરી સુધારા વધારા કરાવી શકતા નથી. રવિવારે 10થી 6 કેન્દ્ર ચાલુ રહેશે નાગરિકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ખાસ સુવિધા રવિવારના દિવસે પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી રજાના દિવસે લોકો સરળતાથી પોતાનું કામ પતાવી શકે. આ નવી વ્યવસ્થા અંતર્ગત રવિવારના દિવસે ગાંધીનગર સેક્ટર-17ની મુખ્ય પોસ્ટ ઓફિસનું આ કેન્દ્ર સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી સતત ચાલુ રહેશે. આધાર સંબંધિત તમામ સેવા મળશે આ સમયગાળા દરમિયાન નાગરિકો વિવિધ પ્રકારની સેવાઓનો લાભ મેળવી શકશે. જેમાં નવા આધાર કાર્ડની નોંધણી કરાવવાથી લઈને મોબાઈલ નંબર અપડેટ કે તેમાં સુધારણા કરાવવાની કામગીરી ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત બાયોમેટ્રિક વિગતોની સુધારણા જેવી કે નવો ફોટો પડાવવો, ફિંગરપ્રિન્ટ અપડેટ કરવા અથવા આઈરિસ સ્કેન કરાવવા જેવી પ્રક્રિયાઓ પણ કરી શકાશે. તેમજ રહેઠાણના સરનામામાં ફેરફાર કે અન્ય તમામ જરૂરી સુધારાઓ આ કેન્દ્ર પર એક જ છત નીચે ઉપલબ્ધ બનશે. કેન્દ્રનો મહત્તમ લાભ લેવા અપીલ ગાંધીનગર પોસ્ટલ ડિવિઝન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી આ વિશેષ સુવિધાનો નાગરિકોએ મહત્તમ લાભ લેવો જોઈએ. આ રવિવારની વિશેષ સેવા અંગેની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે અથવા કોઈ પણ પ્રકારની પૂછપરછ કે માર્ગદર્શન માટે નાગરિકોએ સેક્ટર-17 ગાંધીનગરની મુખ્ય પોસ્ટ ઓફિસનો રૂબરૂ સીધો સંપર્ક સાધવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે તંત્રના આ નિર્ણયને પગલે આધાર કેન્દ્રો પર ચાલુ દિવસોમાં થતી ભીડમાં પણ મોટો ઘટાડો નોંધાશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં ઇંધણના ભાવ ભડકે બળ્યા:પેટ્રોલના રૂ. 99.92 તો ડીઝલના રૂ.95.85 ભાવ થયો, તાલુકાઓમાં પેટ્રોલ રૂ. 100ને પાર
    Next Article
    જૂનાગઢ જિલ્લા પંચાયત નવા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા:ભાજપના લીનાબેન કાવાણી પ્રમુખ અને જેઠાભાઈ ચુડાસમા ઉપપ્રમુખ તરીકે પદભાર સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment