Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ કાર્યકરની હત્યા કેસમાં ત્રણ આરોપી ઝડપાયા:મહારાષ્ટ્રથી મિલિંદ કોળી સહિતના આરોપીને દબોચ્યા, પોલીસને ચકમો આપવા ટ્રકમાં ટુ-વ્હીલર લોડ કરી પહોંચ્યા હતા જલગાંવ

    1 week ago

    સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસ પહેલા ભાજપ કાર્યકર્તા જય દલાલની ઘાતકી હત્યાના કેસમાં ઉધના પોલીસને સફળતા હાથ લાગી છે. આ સનસનીખેજ હત્યાકાંડના ચોથા દિવસે પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી ત્રણેય આરોપીને દબોચી લીધા છે. જય દલાલની હત્યાને પગલે સમગ્ર શહેરમાં અને ખાસ કરીને રાજકીય વર્ગમાં ભારે રોષ અને કાયદો-વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા થયા હતા. આ ઘટના બાદ પોલીસ પર ભારે દબાણ હતું, ત્યારે ઉધના પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. આખરે ચાર દિવસની સઘન શોધખોળ બાદ પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. હત્યા બાદ બાય રોડ સીધા મહારાષ્ટ્ર ભાગ્યા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભાજપ કાર્યકર જય દલાલની હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓએ સુરતથી ફરાર થવા માટે 'બાય રોડ'નો વિકલ્પ પસંદ કર્યો હતો. તેઓ કોઈની નજરમાં ન આવે અને CCTV કેમેરાથી બચતા બચતા સીધા મહારાષ્ટ્રના જલગાંવ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, જલગાંવ એ પકડાયેલા આરોપી મિલિંદ નવલ કોળીનું મૂળ વતન છે, જેથી ત્યાં આશરો લેવો સરળ હતો. પોલીસને જ્યારે બાતમી મળી કે આરોપીઓ જલગાંવમાં છુપાયા છે, ત્યારે તાત્કાલિક એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી. જોકે, પોલીસ જ્યારે મિલિંદને પકડવા પહોંચી ત્યારે તેની સાથે અન્ય એક આરોપી પણ હાજર હતો. હત્યાનું મુખ્ય કારણ: જૂની અદાવત અને પાસાની કાર્યવાહી તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક જય અને આરોપી કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી વચ્ચે અગાઉ ત્રણ માસ પહેલા ઝઘડો થયો હતો. જે બાદમાં કિશન, પંકજ અને મિલિંદ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પાસાની કાર્યવાહીની અદાવત રાખી આરોપીઓ જયને ટાર્ગેટ કરતા હતા. જય પોતાનો મિત્ર હોવા છતાં તેમની સાથે દાદાગીરી કરતો હોવાનું માનીને આરોપીઓએ તેને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. મુખ્ય આરોપી કિશનનો 18 ગુનાઓનો ગુનાહિત ઇતિહાસ આ સમગ્ર હત્યાકાંડમાં મુખ્ય આરોપી તરીકે કિશન અને પંકજ પાટીલના નામ ખૂલ્યા છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત આરોપી કિશનનો ગુનાહિત ઇતિહાસ છે. પોલીસ રેકર્ડ મુજબ, આરોપી કિશન એક રીઢો અને માથાભારે ગુનેગાર છે. તેની ઉપર ભૂતકાળમાં મારામારી, ધાકધમકી સહિતના 18 જેટલા ગંભીર કેસો નોંધાયેલા છે. એટલું જ નહીં, કિશન વિરુદ્ધ અગાઉ પાસા (PASA) હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, તાજેતરમાં જ તે પોતાની પાસાની સજા પૂરી કરીને સુરત પરત ફર્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે પોતાના સાગરીતો પંકજ અને મિલિંદ સાથે મળીને આ નવી હત્યાને અંજામ આપ્યો છે. આરોપી મિલિંદ કોળીનો ગુનાહિત ઇતિહાસ મુખ્ય આરોપી મિલિંદ કોળીનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ગંભીર છે. તેના વિરુદ્ધ અગાઉ 4 ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનનો પ્રયાસ (એટેમ્પટ ટુ મર્ડર), જી.પી. એક્ટની કલમ 135 હેઠળનો ગુનો તેમજ મારામારીના અન્ય કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની સાથેના અન્ય આરોપીઓ શુભમ પાટીલ અને રોહિત સોનવણે વિરુદ્ધ પણ ડિંડોલીમાં ધમકી અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. ઘટનાના દિવસે શું બન્યું હતું? 18 મે 2026ના રોજ રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં ઉધના રોડ નં.06 પર આવેલી ભંગારની દુકાન પાસે જય તેના મિત્રો સાથે ઉભો હતો. તે સમયે કિશન, પંકજ અને મિલિંદ કોળી સહિતના આરોપીઓ તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ જયના પેટ, કાન, ગાલ અને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા જયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આરોપીઓની ફરાર થવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી હત્યા કર્યા બાદ આરોપીઓએ ઘટનાસ્થળ પરથી ભાગવા માટે આયોજનબદ્ધ રીતે આશરો લીધો હતો. તેઓ પોતાની પાસેની એક્સેસ ટુ-વ્હીલર લઈને હાઈવે પર પહોંચ્યા હતા. પોલીસ પકડથી બચવા માટે તેમણે હાઈવે પરથી પસાર થતા ટ્રક અને અન્ય મોટા વાહનોમાં પોતાની ટુ-વ્હીલરને લોડ કરી દીધી હતી અને મહારાષ્ટ્રના જલગાંવ સુધી આ રીતે મુસાફરી કરીને પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની 7 ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સફળતા આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ ડીસીપી ડો. કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 7 અલગ-અલગ પોલીસ ટીમને મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે મિલિંદ કોળી, શુભમ પાટીલ અને રોહિત ગૌતમ સોનવણેને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આગામી તપાસ અને અન્ય આરોપીઓની શોધખોળ હાલ ઉધના પોલીસે મિલિંદ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કિશન પરમાર અને પંકજ પાટીલની પણ સક્રિય ભૂમિકા હોવાનું તપાસમાં ખુલ્યું છે, જેઓ હાલ ફરાર છે. કિશન પરમાર અગાઉ પાસામાંથી છૂટીને બહાર આવ્યો હતો અને તેના પર 15થી 19 ગુના દાખલ હોવાનું જાણવા મળ્યું છે. બાકી રહેલા સહ-આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં પેટ્રોલ 6, ડીઝલ 6.80 રૂપિયા સસ્તું:પેટ્રોલ 403.78 અને હાઈ-સ્પીડ ડીઝલ 402.78 રૂપિયા પ્રતિ લિટર થયું, ભારતમાં ફરી ભાવ વધ્યા
    Next Article
    અશ્લીલ વીડિયો વાઈરલ થતા ઈકાબાપુને ભારતી આશ્રમમાંથી દૂર કરાયા:આશ્રમમાં રહેતા યુવક પાસે અશ્લીલ હરકતો કરાવી, યુવકની અરજી બાદ પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment