Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન:ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ, રચિતા મોદી ઉપપ્રમુખ ચૂંટાયા, જુઓ તમામ પાલિકાની ફોટો સાથેની યાદી

    1 week ago

    ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી આજે યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ અને રચિતા મોદી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રાંત અધિકારી મનીષા મનાણી અને ચીફ ઓફિસર હરીશ અગ્રવાલની ઉપસ્થિતિમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પ્રમુખ પદ માટે ભાજપ તરફથી દેવેન્દ્રસિંહ વસાવા અને કોંગ્રેસ તરફથી હેમેન્દ્ર કોઠીવાલાએ ઉમેદવારી નોંધાવી હતી. મતદાનમાં દેવેન્દ્રસિંહ વસાવાને 29 મત મળ્યા, જ્યારે હેમેન્દ્ર કોઠીવાલાને 10 મત મળ્યા હતા. આથી, દેવેન્દ્રસિંહ વસાવા ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. ઉપપ્રમુખ પદ માટે ભાજપના રચિતા મોદી અને કોંગ્રેસના રાબિયા પટેલ વચ્ચે સ્પર્ધા હતી. મતદાન બાદ રચિતા મોદીને 29 મત મળ્યા, જ્યારે રાબિયા પટેલને 10 મત પ્રાપ્ત થયા. બહુમતીના આધારે રચિતા મોદી ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા. ચૂંટણી પરિણામો જાહેર થતાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યકરોએ વિજયોત્સવ મનાવી નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદ, બરવાળા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:અશ્વિન ખસીયા બોટાદના, અમૃતાબેન ધોલેરિયા બરવાળાના પ્રમુખ બન્યા
    Next Article
    3200 ફૂટ ઊંચા દાતાર પર્વત પર સિંહ પરિવારના ધામા, VIDEO:પ્રથમવાર 2800 પગથિયા ચડી ઉપર પહોંચી ગયા, બે સિંહ અને એક સિંહણ ઉછળકૂદ કરતા જોવા મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment