Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ, બરવાળા નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી:અશ્વિન ખસીયા બોટાદના, અમૃતાબેન ધોલેરિયા બરવાળાના પ્રમુખ બન્યા

    1 week ago

    બોટાદ અને બરવાળા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના વિવિધ પદો માટે વરણીની જાહેરાત કરવામાં આવી છે. બોટાદ નગરપાલિકામાં અશ્વિનભાઈ ખસીયાને પ્રમુખ અને છેલાભાઈ મેરને ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે બરવાળા નગરપાલિકામાં અમૃતાબેન પ્રભુભાઈ ધોલેરિયા પ્રમુખ અને વનરાજભાઈ આલકુંભાઈ ખાચર ઉપપ્રમુખ બન્યા છે. બોટાદ શહેરમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં આ જાહેરાત કરવામાં આવી હતી. બોટાદ નગરપાલિકામાં કારોબારી ચેરમેન તરીકે નિતીન સુતરીયા, પક્ષના નેતા તરીકે હંસાબેન ડોડીયા અને દંડક તરીકે જશમતભાઈ બાવળીયાની વરણી કરવામાં આવી છે. બોટાદ નગરપાલિકામાં કુલ ૪૪ સભ્યો છે, જેમાં ભાજપના 40, કોંગ્રેસના 3 અને 1 અપક્ષ સભ્યનો સમાવેશ થાય છે. ભાજપના સ્પષ્ટ બહુમતીને કારણે તમામ પદો પર ભાજપના સભ્યોની વરણી થઈ છે. બીજી તરફ, બરવાળા નગરપાલિકામાં પણ પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત કરાઈ હતી. અહીં કારોબારી ચેરમેન તરીકે અર્જુનસિંહ આલકુંભાઈ ખાચરની વરણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    NEET Paper Leak पर भड़के Akhilesh Yadav | Amar Ujala Samwad | Akhilesh on Neet UG Leak | CM Yogi
    Next Article
    ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન:ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ, રચિતા મોદી ઉપપ્રમુખ ચૂંટાયા, જુઓ તમામ પાલિકાની ફોટો સાથેની યાદી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment