Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3200 ફૂટ ઊંચા દાતાર પર્વત પર સિંહ પરિવારના ધામા, VIDEO:પ્રથમવાર 2800 પગથિયા ચડી ઉપર પહોંચી ગયા, બે સિંહ અને એક સિંહણ ઉછળકૂદ કરતા જોવા મળ્યા

    1 सप्ताह पहले

    ગિરનાર જંગલમાં વસવાટ કરતા સિંહ અવારનવાર દાતાર પર્વતની સીડીઓ પર જોવા મળતા હોય છે. પરંતુ, પ્રથમવાર 3200 ફૂટની ઊંચાઈએ આવેલા ઉપલા દાતાર પર સિંહ પરિવાર પહોચ્યાનો વીડિયો વાઈરલ થતા કુતૂહલ ફેલાયું છે. ઉપલા દાતારની જગ્યા પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે વનવિભાગની ટીમ સિંહની મુવમેન્ટ પર ચાંપતી નજર રાખી રહી છે. 2800 પગથિયા ચડીને સિંહ પરિવાર 3200 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયો દાતાર પર્વત પર ઉપલા દાતારની જગ્યાએ પહોંચવા માટે 2800 જેટલા પગથિયા આવેલા છે. સામાન્ય રીતે સીડી પર સિંહની અવરજવર જોવા મળતી હોય છે. પરંતુ, પ્રથમવાર 3200 ફૂટની ઊંચાઈ પર આવેલી ઉપલા દાતારની જગ્યા પર બે સિંહ અને એક સિંહણે ધામા નાખ્યા હોવાના ફોટો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. આટલી ઊંચાઈ પર પ્રથમવાર સિંહ પરિવાર પહોંચતા સિંહપ્રેમીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું છે. બે સિંહ અને એક સિંહણ ઉછળકૂદ કરતા જોવા મળ્યા ​​વનરાજોનો આ પરિવાર દાતાર પર્વત પર આવેલી ગૌશાળાની સાવ નજીક પહોંચી ગયો હતો અને ત્યાં આરામથી આંટાફેરા મારી રહ્યો હતો. વન્યજીવો માટે હવે દાતાર પર્વત પણ એક સુરક્ષિત આશ્રય સ્થાન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. પર્વતની આટલી ઊંચાઈ પર વનરાજોની આ ગતિવિધિને પગલે સ્થાનિક વન વિભાગ પણ તાત્કાલિક એક્શનમાં આવી ગયું છે. વનવિભાગની ટીમ દ્વારા સિંહની મુવમેન્ટ પર ચાંપતી નજર વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા આ સિંહ પરિવાર પર સતત અને ઝીણવટભર્યું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગની ટીમ આ સિંહોની સુરક્ષા અને ગતિવિધિ પર રાત-દિવસ ચાંપતી નજર રાખી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. આ અદભુત નજારો હાલ સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી સંપન્ન:ભાજપના દેવેન્દ્રસિંહ વસાવા પ્રમુખ, રચિતા મોદી ઉપપ્રમુખ ચૂંટાયા, જુઓ તમામ પાલિકાની ફોટો સાથેની યાદી
    Next Article
    Gujarat Municipal Election| 15 મનપાના મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ જાહેર થશે |

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment