Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલાહકાર સમિતિની બેઠક યોજાઈ:લિંગ પરીક્ષણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે સઘન તપાસ

    1 week ago

    રાજકોટ જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ શહેરી વિસ્તારની અંદર 9 નવા સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ઉપલેટા અને જેતપુર 2 અરજી સહિત 9 અરજીમાં રિન્યૂઅલ અને સ્થળ તપાસના કારણોસર મુલતવી રાખવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટના કડક અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. રાજકોટ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લામાં કાર્યરત વિવિધ ડાયગ્નોસ્ટિક સેન્ટરોની કામગીરી, નવી નોંધણી અને રિન્યૂઅલની અરજીઓ અંગે વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠકમાં સોનોગ્રાફી અને ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે લિંગ પરીક્ષણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર રોક લગાવવા સંબંધિત અધિકારીઓને સઘન તપાસ કરવા અધ્યક્ષસ્થાનેથી સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ નોંધણી માટે આવેલી કુલ 16 અરજી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં 9 રિન્યૂઅલ અને 7 નવી અરજીનો સમાવેશ થાય છે. આ બેઠક સામાજિક કાર્યકર એડવોકેટ ભાવનાબેન જોશીપુરાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.આર. ફુલમાળી, જસદણ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સી.કે. રામ, ગાયનેકોલોજિસ્ટ ડો. કમલ ગોસ્વામી સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આયોજન:પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખની 23 મેએ ચૂંટણી યોજાશે
    Next Article
    ચોમાસામાં ટ્રેન વ્યવહાર નહીં ખોરવાય:રેલવેએ અલિયાબાડા સ્ટેશને આધુનિક બોક્સ બ્રિજ બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment