Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુને વેક્સિન આપવાનું આયોજન:રાજ્ય સરકારે આ વખતે ઓટીપી સિસ્ટમ શરૂ કરતા પશુઓને વેક્સિન કામગીરીનો ડેટા હજુ ચડ્યો નથી !

    1 week ago

    પોરબંદર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુને ખરવા મોવાસા નામનો રોગ અટકાવવા વેક્સિન આપવાનું આયોજન કર્યું છે. પોરબંદર જિલ્લામાં 187000 પશુને વેક્સિન આપવાનું લક્ષ્યાંક હતું. આ દરમ્યાન સરકારે સમય મર્યાદા વધારી હતી. આ દરમ્યાન બીમાર, અશક્ત અને ગાભણ પશુને બાદ કરતા તામામ પશુના વેક્સિન થયા હોવાનું પશુપાલન વિભાગે દાવો કર્યો છે પરંતુ આ વખતે સરકારે ઓટીપી સિસ્ટમ શરૂ કરતા પશુઓને વેક્સિન કામગીરીનો ડેટા હજુ ચડ્યો નથી તેવું તંત્રએ જણાવ્યું છે. પોરબંદર જિલ્લામાં 187000 ગાય અને ભેંસ વર્ગના પશુને વેક્સિન આપવા માટેનો ટાર્ગેટ આપ્યો હતો અને આ કામગીરી માટે 45 દિવસનો સમય આપ્યો હતો અને ત્યાર બાદ સમય વધારીને 15/5 સુધીનો સમય આપ્યો હતો. વેક્સિન કામગીરી પશુધન નિરીક્ષક કરી શકે છે અને જિલ્લામાં અલગ અલગ ગામમાં કેન્દ્ર દીઠ કુલ 10 પશુધન નિરીક્ષક છે. તેઓએ તા. 1 માર્ચથી કામગીરી શરૂ કરી હતી અને તા. 15/5 સુધીમાં બીમાર, અશક્ત અને ગાભણ પશુઓને બાદ કરતા બાકી બચેલા પશુઓને વેક્સિન આપવામાં આવી હોવાનું પશુપાલન વિભાગના અધિકારી હાર્દિક બેઘડિયાએ દાવો કર્યો છે. મહત્વની વાત એ છે કે, આ વખતે સરકારે ઓટીપી સિસ્ટમ કરી છે, અત્યાર સુધી પશુને વેક્સિન આપવામાં ઓનલાઇન કામગીરી થતી હતી, આ વખતે સરકારે એક પશુ દીઠ વેક્સિન આપ્યા બાદ ઓટીપી સિસ્ટમ કરી છે, જેથી એન્ટ્રી કરવામાં સમય લાગે છે. અધિકારીએ જણાવ્યું હતુ કે, એન્ટ્રી માટે સરકારે હજુ તો.30/5 સુધીનો સમય આપ્યો છે અને કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. 35 હજાર પશુની એન્ટ્રી બાકી છે ઉલ્લેખનીય છે કે હવે આ માસ પૂરો થવાને ગણતરીના દિવસની સમય મર્યાદામાં 35 હજારથી વધુ પશુની એન્ટ્રી કરવાની છે. નેટવર્ક ન મળે અથવા સર્વર ડાઉન હોય તેવી સ્થિતિમાં વિક્ષેપ સર્જાઈ શકે છે,
    Click here to Read More
    Previous Article
    સચીનમાં આતંક મચાવનારી ગેંગ જેલભેગી:પાનનો ગલ્લો ચલાવતા ભાઈઓ પર છરો-પાવડાથી હુમલો કરી લૂંટ્યા, 4 વખત પાસાનો જેલવાસી રાકિયા સહિત ચાર લૂંટારુઓની ધરપકડ
    Next Article
    દેશવ્યાપી એક દિવસીય બંધનું એલાન:પંચમહાલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.નું દેશવ્યાપી બંધને સમર્થન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment