Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશવ્યાપી એક દિવસીય બંધનું એલાન:પંચમહાલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.નું દેશવ્યાપી બંધને સમર્થન

    1 week ago

    પંચમહાલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 20 મે, 2026ના રોજ દેશવ્યાપી એક દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધમાં જિલ્લાના તમામ મેડિકલ સ્ટોરો અને દવા વેપારીઓ જોડાશે તેવી શક્યતા છે.આંદોલન પાછળના મુખ્ય કારણોમાં ઇ-ફાર્મસીનું ગેરકાયદેસર સંચાલન અને મોટી કંપનીઓ દ્વારા અપનાવવામાં આવતી પ્રિડેટરી પ્રાઈસિંગ નીતિઓનો સમાવેશ થાય છે. એસોસિએશનના જણાવ્યા મુજબ ઓનલાઈન દવા વેચાણમાં નિયમોનું યોગ્ય પાલન થતું નથી. જેના કારણે સ્થાનિક કેમિસ્ટ્સના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. સાથે સાથે, મોટી કંપનીઓ ઓછી કિંમતે દવાઓ વેચીને નાના વેપારીઓને બજારમાંથી બહાર ધકેલવાના પ્રયાસ કરી રહી છે.આ મુદ્દાઓને લઈને એસોસિએશને પંચમહાલ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે. જેથી ઇ-ફાર્મસીના ગેરકાયદેસર કારોબાર પર નિયંત્રણ આવી શકે અને દવા બજારમાં સમાન સ્પર્ધા જળવાઈ રહે.એસોસિએશનના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ કડક આંદોલન હાથ ધરવામાં આવશે. 20 મેના બંધને સફળ બનાવવા માટે જિલ્લા સ્તરે વ્યાપક તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.આ બંધને કારણે દર્દીઓ અને જનતાને અસુવિધા પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    પશુને વેક્સિન આપવાનું આયોજન:રાજ્ય સરકારે આ વખતે ઓટીપી સિસ્ટમ શરૂ કરતા પશુઓને વેક્સિન કામગીરીનો ડેટા હજુ ચડ્યો નથી !
    Next Article
    Apache Choppers, Howitzers: US Clears $428-Million Defence Support To India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment