Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવી દેખાશે દેશની પહેલી હાઇ-સ્પીડ બુલેટ ટ્રેન:રેલવે મંત્રાલયે ગેટ પર તસવીર લગાવી; આ વર્ષે સુરત-બિલિમોરા વચ્ચે દોડવાની અપેક્ષા

    1 सप्ताह पहले

    ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની પ્રથમ ઝલક સોમવારે સામે આવી છે. દિલ્હીમાં રેલ મંત્રાલયના ગેટ નંબર 4 પર મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (MAHSR)નો ફોટો લગાવવામાં આવ્યો છે. રેલ મંત્રાલયે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વર્ષે ગુજરાતના સુરત અને બિલિમોરા વચ્ચે (લગભગ 50 કિમી) દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવી શકાય છે. ANI અનુસાર, 508 કિમી લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ જાપાન સરકારની ટેકનિકલ અને નાણાકીય મદદથી બની રહ્યો છે. આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. તેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સહિત 12 સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિશેષતાઓ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર 12 સ્ટેશનો મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી બનાવવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન ઘણી વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન અને અત્યાધુનિક સિગ્નલિંગ સિસ્ટમ હશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં આ એક વિશેષ પહેલ છે. નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. સુરત, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં વાયડક્ટ, પુલ અને સ્ટેશન નિર્માણની ગતિ પ્રશંસનીય છે. તાજેતરમાં એક્ટિવ રેલવે ટ્રેક ઉપર ભારે પોર્ટલ બીમ્સ લગાવવાનું કામ પણ પૂરું કરવામાં આવ્યું છે. રેલ મંત્રાલયના ગેટ નંબર 4 પર લગાવવામાં આવેલી આ તસવીર માત્ર બુલેટ ટ્રેનની ભવ્યતા જ નથી દર્શાવતી, પરંતુ સામાન્ય જનતાને તેના વિશે જાગૃત કરવાનું એક માધ્યમ પણ છે. સોશિયલ મીડિયા પર યુવાનો બુલેટ ટ્રેનને "ન્યૂ ઈન્ડિયા" ના પ્રતિક તરીકે ગણાવી રહ્યા છે. કોરોનાના કારણે સમયમર્યાદા વધી જણાવી દઈએ કે 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન જાપાની વડાપ્રધાન શિન્ઝો આબેએ અમદાવાદમાં શિલાન્યાસ સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ઔપચારિક શરૂઆત કરી હતી. શરૂઆતમાં 2023માં પૂર્ણ કરવાનું લક્ષ્ય હતું, પરંતુ કોવિડ મહામારી અને અન્ય પડકારોને કારણે સમયમર્યાદા વધી છે. વર્તમાનમાં 2027-28 સુધી ચાલવાની અપેક્ષા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, ટનલ, બ્રિજ અને ટ્રેકનું કામ વિવિધ તબક્કામાં પૂર્ણ થઈ રહ્યું છે. મુંબઈમાં અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન અને દરિયાની નીચે ટનલનું કામ પણ પ્રગતિમાં છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: મોદીની નવી ચેતવણી:'દુનિયા માટે વિનાશક દાયકો, ગરીબોની સ્થિતિ વિકટ બની શકે', ત્રણ ફટકા અને આર્થિક આંધીનું સટિક એનાલિસિસ
    Next Article
    શુભેન્દુની જાહેરાત- મમતા સરકારના ભ્રષ્ટાચારની તપાસ કરાવાશે:મહિલા ઉત્પીડનના કેસોની હાઈકોર્ટના જજની આગેવામાં તપાસ થશે; મૌલવી-પૂજારીઓનું માનદ વેતન બંધ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment