Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડૉ. પ્રશાંત જીલોવાની નિમણૂક:આજે કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો

    1 सप्ताह पहले

    રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા વહીવટી તંત્રમાં ફેરફારો અંતર્ગત પાટણ જિલ્લાના નવા જિલ્લા કલેક્ટર તરીકે ડૉ. પ્રશાંત જીલોવાની નિમણૂક કરવામાં આવી છે. તેમણે આજે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. ડૉ. પ્રશાંત જીલોવા અગાઉ અમદાવાદ ખાતે નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ મૂળ હરિયાણાના વતની છે અને રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. વર્ષ 2017ની UPSC પરીક્ષામાં તેમણે 108 મો રેન્ક પ્રાપ્ત કરી વહીવટી સેવામાં પ્રવેશ કર્યો હતો. તેમણે અગાઉ ગાંધીનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે તેમજ વડોદરાના ઉદ્યોગ કમિશનર કચેરીમાં વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામગીરી બજાવી છે. ડૉ. જીલોવા તેમની વહીવટી કાર્યક્ષમતા, સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા અને લોકો કેન્દ્રિત અભિગમ માટે જાણીતા છે. તેમના નેતૃત્વ હેઠળ પાટણ જિલ્લામાં વિકાસલક્ષી કામગીરી, આરોગ્ય ક્ષેત્ર, જાહેર સેવા અને શાસનની પ્રક્રિયામાં વધુ ગતિ મળશે તેવી અપેક્ષા છે.
    Click here to Read More
    Previous Article
    નેપાળથી ભાગીને પ્રેમીપંખીડા અમદાવાદ આવ્યા, યુવતીનો આપઘાત:યુવક મારઝૂડ કરી ત્રાસ આપતો, ફોન પર વાત કરવા દે; કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાધો
    Next Article
    ટીબી ટેસ્ટિંગ માટે નવા 100 TrueNAT મશીનો ખરીદાશે:ઓછા વજનના દર્દીઓ-બાળકોને 6 મહિના સુધી પોષણયુક્ત નાસ્તો મળશે, લોકભવનમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ની સમીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment