Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીબી ટેસ્ટિંગ માટે નવા 100 TrueNAT મશીનો ખરીદાશે:ઓછા વજનના દર્દીઓ-બાળકોને 6 મહિના સુધી પોષણયુક્ત નાસ્તો મળશે, લોકભવનમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ની સમીક્ષા

    1 सप्ताह पहले

    રાજ્યમાં ટીબી સામેની લડતને વધુ અસરકારક બનાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી સમયમાં ટીબી નિયંત્રણ માટે આરોગ્ય વિભાગના લક્ષ્યાંકો અને નવી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન નિર્ણય લેવાયો કે, 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત ટીબી દર્દીઓ અને 14 વર્ષથી નાના તમામ બાળકોને સારવાર દરમિયાન 6 મહિના સુધી "રેડી ટુ ઇટ ન્યુટ્રીશન સ્નેક્સ" આપવામાં આવશે, જેથી દર્દીઓમાં પોષણની ઉણપ દૂર કરી શકાય અને સારવાર વધુ અસરકારક બને. રાજ્યના તમામ તાલુકા અને વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નવા 100 TrueNAT મશીનો ઉમેરાશે જેથી 100 ટકા NAAT ટેસ્ટિંગ શક્ય બને. લોકોમાં જાગૃતિ વધારવા રાજ્યપાલે સૂચના આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ટીબી મુક્ત ગુજરાત માટે આ અભિયાનને જનઆંદોલનનું સ્વરૂપ આપવું જરૂરી છે. તેમણે અધિકારીઓને ક્ષય નિયંત્રણમાં કોઈ બેદરકારી ન રાખવા તેમજ લોકોમાં જાગૃતિ વધારવા સૂચના આપી હતી. સાથે ટીબી દર્દીઓને નશામુક્તિ અંગે પણ જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ટીબી દર્દીઓને સમયસર અને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ થાય તેની સુનિશ્ચિતતા માટે તંત્રને સૂચના આપી હતી. નવા 100 TrueNAT મશીનો ઉમેરાશે રાજ્યમાં હાલમાં ટીબીની તપાસ અને સારવાર માટે 2,351 માઇક્રોસ્કોપી સેન્ટર, 3 અત્યાધુનિક ટીબી કલ્ચર લેબોરેટરી, 74 CBNAAT મશીનો અને 386 TrueNAT મશીનો કાર્યરત છે. ઉપરાંત વર્ષ 2026-27 દરમિયાન રાજ્યના તમામ તાલુકા અને વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નવા 100 TrueNAT મશીનો ઉમેરાશે જેથી 100 ટકા NAAT ટેસ્ટિંગ શક્ય બને. વધારાના 333 પોર્ટેબલ હેન્ડ-હેલ્ડ એક્સ-રે મશીનો પણ ઉપલબ્ધ કરાશે ટીબીના સંભવિત દર્દીઓને વહેલી તકે શોધી શકાય તે માટે ઘરઆંગણે તપાસ માટે વધારાના 333 પોર્ટેબલ હેન્ડ-હેલ્ડ એક્સ-રે મશીનો પણ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. રાજ્ય સરકારના આ નિર્ણયો ટીબી સામેની લડતમાં નિદાન, સારવાર અને પોષણ સહાય – ત્રણેય સ્તરે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડૉ. પ્રશાંત જીલોવાની નિમણૂક:આજે કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો
    Next Article
    વિકલ્પ ભારદ્વાજે વસતી ગણતરી અંતર્ગત ઓનલાઈન સ્વ-ગણતરી કરી:અમરેલી કલેક્ટરે લોકોને 31 મે સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ, મૂંઝવણ હોય તો ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment