Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકલ્પ ભારદ્વાજે વસતી ગણતરી અંતર્ગત ઓનલાઈન સ્વ-ગણતરી કરી:અમરેલી કલેક્ટરે લોકોને 31 મે સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ, મૂંઝવણ હોય તો ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરો

    1 सप्ताह पहले

    ભારત સરકાર દ્વારા હાથ ધરાતી વસ્તી ગણતરી-2027 અંતર્ગત ગુજરાતમાં ઓનલાઈન સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. આ અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પોતે ઓનલાઈન સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી વસ્તી ગણતરીમાં સહભાગી થયા હતા. આ સાથે જ તેમણે જિલ્લાના નાગરિકોને 17 મે થી 31 મે, 2026 સુધીમાં આ પોર્ટલ પર સ્વ-ગણતરી પૂર્ણ કરવા અપીલ કરી છે. ઘરે બેઠા મિનિટોમાં થશે પ્રક્રિયા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, "મેં પણ ઓનલાઈન સ્વ-ગણતરી કરી છે. આ પ્રક્રિયા ખૂબ જ સરળ, ઝડપી અને સુરક્ષિત છે, જે થોડા જ સમયમાં સહેલાઈથી પૂર્ણ થઈ જાય છે." નાગરિકો 31 મે, 2026 સુધીમાં ગમે ત્યારે hppts://se.census.gov.in પોર્ટલ પર જઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ માટે કોઈ ખાસ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી. નાગરિકો પોતાના મોબાઈલ કે કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા જ માત્ર થોડી મિનિટોમાં પોતાના વર્તમાન રહેઠાણ અને પરિવારની વિગતો નોંધી શકશે. SEID નંબર આપશે મોટી રાહત સ્વ-ગણતરીની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ નાગરિકોને એક યુનિક SEID (Self Enumeration ID) પ્રાપ્ત થશે. ભવિષ્યમાં જ્યારે વસ્તી ગણતરીના કર્મચારી (ગણતરીદાર) ઘરની મુલાકાતે આવશે, ત્યારે નાગરિકોએ માત્ર આ SEID નંબર દર્શાવવાનો રહેશે, જેનાથી સમગ્ર પ્રક્રિયા ખૂબ જ ઝડપથી અને કોઈ પણ પ્રકારની પૂછપરછ વગર પૂર્ણ થઈ જશે. 'વિકસિત ભારત'ના નિર્માણમાં મહત્વનું યોગદાન વસ્તી ગણતરી-2027 એ રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ ગણતરી દ્વારા એકત્રિત થનારી માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવશે. કલેક્ટરે નાગરિકોને રાષ્ટ્રહિતની આ કામગીરીમાં સક્રિય સહભાગી બની, સાચી માહિતી આપીને "વિકસિત ભારત"ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા આહવાન કર્યું છે. મદદ માટે હેલ્પલાઈન વસ્તી ગણતરી અંગે કોઈપણ પ્રકારની મૂંઝવણ, મુશ્કેલી કે સહાય માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી શકાશે.
    Click here to Read More
    Previous Article
    ટીબી ટેસ્ટિંગ માટે નવા 100 TrueNAT મશીનો ખરીદાશે:ઓછા વજનના દર્દીઓ-બાળકોને 6 મહિના સુધી પોષણયુક્ત નાસ્તો મળશે, લોકભવનમાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન’ની સમીક્ષા
    Next Article
    ભાજપ નેતા હાર્દિક તમાલીયાએ 'સ્વગણના'માં ભાગ લીધો:ડિજિટલ માધ્યમથી પરિવારની વિગતો સબમિટ કરી, નાગરિકોને જોડાવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment