Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ નેતા હાર્દિક તમાલીયાએ 'સ્વગણના'માં ભાગ લીધો:ડિજિટલ માધ્યમથી પરિવારની વિગતો સબમિટ કરી, નાગરિકોને જોડાવા અપીલ

    1 week ago

    ભારત સરકારના 'જનગણના ૨૦૨૭' કાર્યક્રમ અંતર્ગત 'સ્વગણના' (Self-Enumeration) પ્રક્રિયાનો ઓનલાઇન પ્રારંભ થયો છે. આ પ્રક્રિયામાં ભાજપ નેતા હાર્દિકભાઈ તમાલીયાએ ડિજિટલ માધ્યમથી પોતાના પરિવારની વિગતો ઓનલાઇન સબમિટ કરીને એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જનગણના એ માત્ર વસ્તીની ગણતરી નથી, પરંતુ દેશના ભવિષ્યની આધારશિલા છે. આ પ્રસંગે તેમણે તમામ નાગરિકોને આ 'સ્વગણના' કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાવા અને પોતાના પરિવારની સાચી વિગતો નોંધાવવા આગ્રહ કર્યો હતો. હાર્દિકભાઈ તમાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકો દ્વારા સબમિટ કરવામાં આવતી તમામ માહિતી કાયદા અનુસાર સંપૂર્ણપણે ગુપ્ત અને સુરક્ષિત રાખવામાં આવે છે. આ ડિજિટલ પદ્ધતિથી સમગ્ર પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને સચોટતા આવશે, જેનાથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
    Click here to Read More
    Previous Article
    વિકલ્પ ભારદ્વાજે વસતી ગણતરી અંતર્ગત ઓનલાઈન સ્વ-ગણતરી કરી:અમરેલી કલેક્ટરે લોકોને 31 મે સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ, મૂંઝવણ હોય તો ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરો
    Next Article
    ગીર સોમનાથમાં 27 જનજાતિ ગામોમાં પીએમ જનમન અભિયાનનો પ્રારંભ:આદિવાસી-જનજાતિ સમુદાયના લોકોને આધારથી આયુષ્માન સુધીની તમામ સેવાઓ કેમ્પ મારફતે ઘર આંગણે મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment