Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળથી ભાગીને પ્રેમીપંખીડા અમદાવાદ આવ્યા, યુવતીનો આપઘાત:યુવક મારઝૂડ કરી ત્રાસ આપતો, ફોન પર વાત કરવા દે; કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાધો

    1 सप्ताह पहले

    નેપાળથી અમદાવાદ ભાગીને આવેલી પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી 15 મેના ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બે મહિના પહેલા બંને નેપાળથી ભાગીને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતાં. જ્યાં તે બંને લિવ ઈનમાં રહેતા હતાં. એક મહિના સુધી પ્રેમી સારી રીતે રાખતો હતો, પરંતુ ત્યારબાદ યુવતીને ત્રાસ આપતો હતો કોઈપણ સંબંધી સાથે ફોન ઉપર વાત કરવા નહોતો આપતે અને ઘરે જવા દેતો નહોતો. પ્રેમીના ત્રાસથી કંટાળીને છેવટે પ્રેમિકાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે યુવતીના માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બે મહિનાથી બંને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, 15 મેના રોજ ચેતના બિષ્ટ (ઉ. વ.19, મૂળ રહે. નેપાળ) એ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતક ચેતના તેના પ્રેમી ચેતન બોહરા ( રહે. નેપાળ) સાથે ગત 24 માર્ચ 2026 ના રોજ નેપાળથી ભાગીને અમદાવાદ ખાતે આવી ગઈ હતી. છેલ્લા બે મહિનાથી બંને કૃષ્ણનગર વિસ્તારમાં જ મકાનમાં રહેતા હતા. એક મહિના સુધી ચેતન તેની પ્રેમિકા ચેતનાને સારી રીતે રાખતો હતો પરંતુ ત્યારબાદ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બંને લિવ ઇન કરાર વગર સાથે રહેતા, આરોપી ચેતનની ધરપકડ બંને કોઈ લિવ ઇન કરાર કરેલા નહોતા અને નેપાળમાં ફેસબુક મારફતે સંપર્કમાં આવ્યા હતા બંનેના ગામ પાંચ કિલોમીટર દૂર હતા અને તેઓ ભાગીને અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદમાં આરોપી ચેતન છૂટક મજૂરી કામ કરતો હતો. પોલીસે આરોપી ચેતનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો ચારિત્ર્ય પર શંકા અને પ્રેમીના માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ વરાછામાં ગળેફાંસો ખાધો 24 એપ્રિલ, 2026ના સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી કાલિદાસનગર સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. મહારાષ્ટ્રથી સુરત આવી મૈત્રી કરાર હેઠળ પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીએ શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે વરાછા પોલીસે પ્રેમી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર) અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીનો આપઘાત અમદાવાદના વાસણા વિસ્તારમાં સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પત્નીએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પતિ અવારનવાર ઝઘડા કરી મારઝુડ કરતો હતો. તેમજ પુત્રની બીમારીનો રિપોર્ટ સારો ન આવતાં પતિએ પત્નીને ઉંઘની ગોળીઓ આપી સૂવડાવી હતી.14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતાં વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Samwad 2026:सिनेमा में नायिकाओं की भूमिका पर Richa Chadha ने कही दिलचस्प बात
    Next Article
    પાટણ જિલ્લાના નવા કલેક્ટર તરીકે ડૉ. પ્રશાંત જીલોવાની નિમણૂક:આજે કલેક્ટર કચેરી ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment