Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી જિલ્લા ટીમ દ્વારા ઉમિયાધામ જાસપુરનો પ્રવાસ યોજાયો:મોડાસાની મહિલા સંગઠન ટીમે મા ઉમિયાના દર્શન કર્યા

    1 week ago

    વિશ્વ ઉમિયાધામ જાસપુર (અમદાવાદ) સંચાલિત અરવલ્લી જિલ્લા સંગઠન ટીમ દ્વારા એક ભક્તિમય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં મોડાસા તાલુકા અને શહેરની મહિલા સંગઠન ટીમ તેમજ પરમ ભક્તોએ જાસપુર ખાતે પધારી જગતજનની મા ઉમિયાના દિવ્ય દર્શન કર્યા હતા. તમામ ભક્તોએ મંદિર પરિસરમાં દર્શન કરી, ભજન-કીર્તન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે મહાપ્રસાદનો લાભ લીધો અને માની પવિત્ર ધરતીની ચરણરજ મસ્તકે ચઢાવી આશીર્વાદ મેળવ્યા હતા. સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલની સૂચના મુજબ, આ કાર્યક્રમમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, અરવલ્લી જિલ્લામાં ભાગવતકથાના આયોજન અંગે અને ડિસેમ્બર 2027ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે કેન્દ્રીય પદાધિકારીઓએ ખાસ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક સંગઠનના ચેરમેન ડી.એન. ગોલ અને કેન્દ્રીય મહિલા સંગઠનના ચેરમેન રૂપલબહેન ઉપસ્થિત રહ્યા હતા. બંને વરિષ્ઠ હોદ્દેદારોએ સંગઠનની બહેનો અને ભક્તોને ભવિષ્યના કાર્યો માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. આ દિવ્ય મુલાકાત દરમિયાન સમગ્ર અરવલ્લી જિલ્લાના કલ્યાણ અર્થે અને આગામી સમયમાં જિલ્લામાં ભવ્યાતિભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (ભાગવતકથા)નું સુંદર આયોજન થાય તે માટે મા ઉમિયાના ચરણોમાં ખાસ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી. સૌ ભક્તોએ માના આશીર્વાદ મેળવી કૃપાપાત્ર બન્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પ્રેમીના ત્રાસથી પ્રેમિકાએ ગળાફાંસો ખાધો:મારઝૂડ કરી ત્રાસ આપતો, બે મહિના પહેલા નેપાળથી ભાગીને અમદાવાદ આવ્યા ને લિવ ઈનમાં રહેતા'તા
    Next Article
    ટી સ્ટેશનના સંચાલકોએ 35 લાખમાં ટ્રેડમાર્ક, ધંધો ટી પોસ્ટને વેચ્યો:10% શેર 1.50 કરોડમાં વેચી વેચ્યા, NCLTનો મૂળ ટી સ્ટેશનના શેરધારકોને 90.47% શેર ફાળવવા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment