Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમીના ત્રાસથી પ્રેમિકાએ ગળાફાંસો ખાધો:મારઝૂડ કરી ત્રાસ આપતો, બે મહિના પહેલા નેપાળથી ભાગીને અમદાવાદ આવ્યા ને લિવ ઈનમાં રહેતા'તા

    1 week ago

    નેપાળથી અમદાવાદ ભાગીને આવેલી પ્રેમિકાએ પ્રેમીના ત્રાસથી 15 મેના ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બે મહિના પહેલા બંને નેપાળથી ભાગીને અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેવા માટે આવ્યા હતાં. જ્યાં તે બંને લિવ ઈનમાં રહેતા હતાં. એક મહિના સુધી પ્રેમી સારી રીતે રાખતો હતો, પરંતુ ત્યારબાદ યુવતીને ત્રાસ આપતો હતો કોઈપણ સંબંધી સાથે ફોન ઉપર વાત કરવા નહોતો આપતે અને ઘરે જવા દેતો નહોતો. પ્રેમીના ત્રાસથી કંટાળીને છેવટે પ્રેમિકાએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે યુવતીના માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પ્રેમી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બે મહિનાથી બંને કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા હતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એચ. જોશીએ જણાવ્યું હતું કે, 15 મેના રોજ ચેતના બિષ્ટ (ઉ. વ.19, મૂળ રહે. નેપાળ) એ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મકાનમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતક ચેતના તેના પ્રેમી ચેતન બોહરા ( રહે. નેપાળ) સાથે ગત 24 માર્ચ 2026 ના રોજ નેપાળથી ભાગીને અમદાવાદ ખાતે આવી ગઈ હતી. છેલ્લા બે મહિનાથી બંને કૃષ્ણનગર વિસ્તારમાં જ મકાનમાં રહેતા હતા. એક મહિના સુધી ચેતન તેની પ્રેમિકા ચેતનાને સારી રીતે રાખતો હતો પરંતુ ત્યારબાદ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બંને લિવ ઇન કરાર વગર સાથે રહેતા, આરોપી ચેતનની ધરપકડ બંને કોઈ લિવ ઇન કરાર કરેલા નહોતા અને નેપાળમાં ફેસબુક મારફતે સંપર્કમાં આવ્યા હતા બંનેના ગામ પાંચ કિલોમીટર દૂર હતા અને તેઓ ભાગીને અમદાવાદ આવી ગયા હતા. અમદાવાદમાં આરોપી ચેતન છૂટક મજૂરી કામ કરતો હતો. પોલીસે આરોપી ચેતનની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીનો આપઘાત
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું:44.5 ડિગ્રી તાપમાન નોંધાયું, આગામી દિવસોમાં ઘટાડાની શક્યતા
    Next Article
    અરવલ્લી જિલ્લા ટીમ દ્વારા ઉમિયાધામ જાસપુરનો પ્રવાસ યોજાયો:મોડાસાની મહિલા સંગઠન ટીમે મા ઉમિયાના દર્શન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment