Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટી સ્ટેશનના સંચાલકોએ 35 લાખમાં ટ્રેડમાર્ક, ધંધો ટી પોસ્ટને વેચ્યો:10% શેર 1.50 કરોડમાં વેચી વેચ્યા, NCLTનો મૂળ ટી સ્ટેશનના શેરધારકોને 90.47% શેર ફાળવવા આદેશ

    1 सप्ताह पहले

    અમદાવાદ સ્થિત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં રાજકોટથી રાજેશ રાજ્યગુરુ સહિત કુલ ત્રણ અરજદારોએ અરજી દાખલ કરી હતી. જેમાં ટી સ્ટેશન કંપનીના ડિરેક્ટર્સ, ટી સ્ટેશન અને ટી પોસ્ટ જેવી કંપનીઓ સહિત કુલ 11 વ્યક્તિઓને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. અરજદારો ટી સ્ટેશન કંપનીના પ્રમોટરર્સ અને શેર હોલ્ડર્સ છે. જેઓ ટી સ્ટેશનમાં 20.80 ટકા કરતાં જેટલું શેર હોલ્ડિંગ ધરાવે છે. ટી પોસ્ટને 15.75 કરોડનું નુકસાન ચૂકવવામાં આવે અરજદારોએ માંગ કરી હતી કે ટી પોસ્ટનો સંપૂર્ણ ધંધો અને ટ્રેડમાર્ક ફરીથી ટી સ્ટેશનને પરત આપવામાં આવે. તેમજ 90.47% જેટલું શેર હોલ્ડિંગ ટી સ્ટેશનમાંથી ટી પોસ્ટમાં પરત કરવામાં આવે. ટી પોસ્ટને 15.75 કરોડનું નુકશાન ચૂકવવામાં આવે. કંપનીના 2016 ની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં લેવાયેલો નિર્ણય રદ્દ કરવામાં આવે. ટી સ્ટેશનનો ટ્રેડમાર્ક, ધંધો ટી પોસ્ટને 35 લાખમાં આપ્યો વર્ષ 2015માં કંપનીની ટી પોસ્ટ ટ્રેડમાર્ક અંતર્ગત ભારતભરમાં 80 બ્રાન્ચ હતી. ટી પોસ્ટ તે ટી સ્ટેશનની માલિકીની છે. ટી પોસ્ટનો ટ્રેડમાર્ક પણ ટી સ્ટેશન પાસે છે. ટી સ્ટેશનના ડિરેક્ટરોએ ટી સ્ટેશનનો ટ્રેડમાર્ક, બ્રાન્ડ, ધંધો વગેરે ટી પોસ્ટને 35 લાખમાં આપી દીધો. ત્યારે ટી પોસ્ટને ટી સ્ટેશનની સબસીડરી કંપની હશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં ટી સ્ટેશનમાં શેર માલિકી ધરાવતા શેરધારકોના શેર ટી પોસ્ટમાં ટ્રાન્સફર કર્યા નહીં, જ્યારે સમગ્ર ધંધો ટી સ્ટેશનથી ટી પોસ્ટમાં જતો રહ્યો. આ નિર્ણય વખતે ટી પોસ્ટની વેલ્યુ 24થી 25 કરોડ રૂપિયા જેટલી હતી. ટી પોસ્ટે ક્યારેય ટી સ્ટેશનની સબસીડરી કંપની હતી જ નહીં જ્યારે સામે પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારોએ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ બોડી મીટિંગમાં આ નિર્ણયને લઈને પોતાનો વોટ પણ આપ્યો હતો. તો આ નિર્ણયથી સારી રીતે વાકેફ હતા. ટી પોસ્ટે ક્યારેય ટી સ્ટેશનની સબસીડરી કંપની હતી જ નહીં, પરંતુ અલગ અસ્તિત્વ ધરાવે છે, ડિરેક્ટરોએ કોઈ વાત છુપાવી નથી. સંપૂર્ણ પ્રોસિજર પત્યા પછી અરજદારોના મનમાં પાછળથી આ વિચાર આવ્યો છે. બધું કાર્ય નિયમો મુજબ જ થયું છે. 9.52% શેર 1.50 કરોડમાં વેચી માર્યા હતા જો કે અરજદારોએ વધુમાં જણાવ્યું હતું કે, ડિરેક્ટરોએ હાથે કરીને ટી સ્ટેશનને અન્ડર વેલ્યુએશન કરીને ટી પોસ્ટને આપી દીધી અને તેના ફક્ત બે મહિનાની અંદર તેના 9.52 ટકા શેર આશરે 1.50 કરોડમાં ઇન્ડિયા નિવેશ વેન્ચર કેપિટલને વેચી માર્યા હતા. જ્યારે 90 ટકા શેર એકલેમ એન્ટરપ્રાઇઝ LLP પાસે છે, જે ટી પોસ્ટના પ્રમોટરો જ છે. માત્ર નજીવી કિંમતમાં ટી સ્ટેશનનો ધંધો ટી પોસ્ટમાં ફેંકી દેવાયો હતો. ડિરેક્ટરોનું કામ કંપનીનું રક્ષણ કરવાનું છે. ટી સ્ટેશનના શેરધારકોને 90.47% શેર ફાળવવા આવે NCLTએ નોંધ્યું હતું કે, ટી પોસ્ટ બ્રાન્ડનું વેલ્યુએશન બરોબર રીતે કરવામાં આવ્યું નથી. જેથી શેર હોલ્ડર્સના હક્કોનું રક્ષણ કરવું જરૂરી બન્યું છે. આથી ટી પોસ્ટના 90.47% શેર ટી સ્ટેશનને પરત આપી શેર હોલ્ડરોને વહેંચવામાં આવે. જે નફા નુકસાનના પણ ભાગીદાર રહેશે. આ પ્રક્રિયા 3 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી જિલ્લા ટીમ દ્વારા ઉમિયાધામ જાસપુરનો પ્રવાસ યોજાયો:મોડાસાની મહિલા સંગઠન ટીમે મા ઉમિયાના દર્શન કર્યા
    Next Article
    પાટણમાં મીઠાઈના દુકાનદારની બેદરકારીથી ગટર ઉભરાઈ:મેંદાનો લોટ ગટરમાં જતાં ચેમ્બર ચોકઅપ થઈ, પાલિકાએ સફાઈ કરી સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment