Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મીઠાઈના દુકાનદારની બેદરકારીથી ગટર ઉભરાઈ:મેંદાનો લોટ ગટરમાં જતાં ચેમ્બર ચોકઅપ થઈ, પાલિકાએ સફાઈ કરી સૂચના આપી

    1 सप्ताह पहले

    પાટણ શહેરના બગવાડા દરવાજા નજીક આવેલી કૈલાસ મીઠાઈની દુકાન સામે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાલિકાની ભૂગર્ભ શાખાની ટીમે તપાસ કરતાં ગટરમાંથી મોટા પ્રમાણમાં મેંદાનો લોટ મળી આવ્યો હતો. દુકાનદારની બેદરકારીના કારણે આ સમસ્યા ઊભી થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલિકાની ભૂગર્ભ શાખાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે ભૂગર્ભ ગટરની ચેમ્બર ખોલીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, ચેમ્બરની અંદર મોટી માત્રામાં મેંદાનો લોટ જમા થયેલો જોવા મળ્યો હતો. મીઠાઈની દુકાનના સંચાલકો દ્વારા સેફટી ટેન્ક ન રાખવામાં આવતા, આ લોટ સીધો ગટર લાઈનમાં વહી ગયો હતો, જેના કારણે આખી ચેમ્બર ચોકઅપ થઈ ગઈ હતી. ભૂગર્ભ ગટરના સુપરવાઈઝર ભાવેશ મોદીએ જણાવ્યું હતું કે, મીઠાઈના વેપારી દ્વારા સેફટી ટેન્ક ન લગાવવાના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. સેફટી ટેન્કના અભાવે મેંદાનો લોટ ભૂગર્ભ ગટર લાઈનમાં જતાં લાઈન ચોકઅપ થઈ ગઈ હતી. પાલિકાની ટીમે યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી ગટરમાં જમા થયેલો કચરો અને લોટ દૂર કર્યો હતો. સફાઈ બાદ ભૂગર્ભ લાઈન ફરીથી કાર્યરત કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા મીઠાઈના વેપારીઓને ભવિષ્યમાં આવી બિનજરૂરી વસ્તુઓ ભૂગર્ભ ગટરમાં ન નાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ટી સ્ટેશનના સંચાલકોએ 35 લાખમાં ટ્રેડમાર્ક, ધંધો ટી પોસ્ટને વેચ્યો:10% શેર 1.50 કરોડમાં વેચી વેચ્યા, NCLTનો મૂળ ટી સ્ટેશનના શેરધારકોને 90.47% શેર ફાળવવા આદેશ
    Next Article
    શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ઇ-રિક્ષામાં સફર કરી:વોકલ ફોર લોકલ' અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment