Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની ભગવતી નગર સોસાયટીમાં પુરૂષોત્તમ માસ કથાનો પ્રારંભ:યજમાન પરિવારના નિવાસસ્થાનેથી ભક્તિ સંગીત સાથે પોથી યાત્રા નીકળી.

    1 सप्ताह पहले

    પાટણ શહેરની ભગવતી નગર સોસાયટીના કોમન પ્લોટમાં પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા આખો મહિનો દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન યોજાશે. કથાના મુખ્ય યજમાન ભૂમિબેન મયંકકુમાર પટેલના નિવાસસ્થાનેથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો. કથા વક્તા ધીરજભાઈ શાસ્ત્રી સહિતના ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે પોથી પૂજન કર્યું હતું. આ પ્રસંગે ભક્તિ સંગીત અને રાસ ગરબાની રમઝટ બોલી હતી. પોથી યાત્રા સોસાયટી વિસ્તારમાં ફરીને કથા મંડપ ખાતે પહોંચી હતી. ત્યાં ઉપસ્થિત સૌ ભક્તોએ પુષ્પવૃષ્ટિ કરીને પોથી યાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે પોથીનું કથા સ્થાને સ્થાપન કરવામાં આવ્યું હતું. કથાના વક્તા શાસ્ત્રી ધીરજભાઈએ ઉપસ્થિત ભક્તોને પવિત્ર પુરૂષોત્તમ માસનું મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય યજમાન ભૂમિબેન પટેલે જણાવ્યું હતું કે, આખો માસ યોજાનાર આ કથા દરમિયાન વિવિધ ઉત્સવો પણ ઉજવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પોક્સો કેસમાં આરોપીની ધરપકડ:વડોદરામાં સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી ગાંધીનગરથી ઝડપાયો, વતન રાજસ્થાનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું
    Next Article
    શિરડીથી દર્શન કરી પરત ફરતાં સુરતી પરિવારની અર્ટિગા પલટી:સાપુતારા ટેબલ પોઈન્ટ પર ચઢાણ દરમિયાન રિવર્સમાં આવી કાર પલટી, 7 પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment