Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ:ઝકરિયા મસ્જિદ પાસે મોડી રાત્રે ઘટના, લોકો હાલાકીમાં

    1 week ago

    ગોધરા શહેરના ઝકરિયા મસ્જિદ વિસ્તારમાં મોડી રાત્રે એક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના અનેક રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, મોડી રાત્રિના સમયે ટ્રાન્સફોર્મરમાં ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ટ્રાન્સફોર્મરને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આગની ઘટનાને પગલે સાવચેતીના ભાગરૂપે ઝકરિયા મસ્જિદ સહિત આજુબાજુના વિસ્તારોમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો. મે મહિનાની ગરમી વચ્ચે વીજળી ગુલ થતાં સ્થાનિક રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કેટલાક લોકો ગભરાઈને ઘરની બહાર આવી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ભરઉનાળે વાતાવરણ પલટાયું:સવારથી જ વાદળછાયું વાતાવરણ, તાપમાનનો પારો ગગડતાં લોકોને ગરમીથી આંશિક રાહત
    Next Article
    ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ઠપ્પ:પચરંગી શહેર ગાંધીધામમાં ભારે વાહનોના પૈડાં થંભ્યા, હપ્તા ચાલુ | બંધ પડેલી ટ્રકો પાછળ ટ્રાન્સપોર્ટ માલિકોની આર્થિક ચીસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment