Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ભરઉનાળે વાતાવરણ પલટાયું:સવારથી જ વાદળછાયું વાતાવરણ, તાપમાનનો પારો ગગડતાં લોકોને ગરમીથી આંશિક રાહત

    1 week ago

    રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા ત્યારે આજરોજ સવારથી જ ભાવનગરના આકાશમાં વાદળો છવાઈ ગયા હતા, ​વાદળો ઘેરાવાને કારણે તાપમાનના ડિગ્રીમાં નોંધપાત્ર ધડાડો નોંધાયો છે, આથી લોકો ને ગરમીથી મહદઅંશે રાહત થઈ હતી, જો કે, આજે વાતાવરણમાં અચાનક પલટો આવતાં સ્થાનિકોને ગરમીમાંથી થોડા અંશે રાહત જોવા મળી છે, પારો ગગડવાના લીધે છેલ્લા બે દિવસથી પડી રહેલી ભીષણ ગરમીનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી જવા પામ્યું છે, આકાશમાં વાદળો જોવા મળ્યા હતા સાથે ભેજના પ્રમાણમાં પણ 48 ટકા નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ચોમાસાના એંધાણ દેખાવા લાગ્યા છે, આમ રાત્રી અને દિવસના તાપમાન ના પારામાં વધારા-ઘટાડો જોવા મળી રહ્યો છે, છેલ્લા પાંચ દિવસ નો તાપમાન નો પારો તા.12 મે ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 31 ટકા અને પવનની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.13 મે ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28.8 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 34 ટકા અને પવનની ઝડપ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.14 મે ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 45.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 41 ટકા અને પવનની ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.15 મે ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 53 ટકા અને પવનની ઝડપ 28 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.16 મે ને શનિવારના રોજ મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 42 ટકા અને પવનની ઝડપ 22 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.17 મે ને રવિવારના રોજ મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 48 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી. તા.18 મે ને સોમવારના રોજ લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 48 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
    Click here to Read More
    Previous Article
    શીરડીથી દર્શન કરી પરત ફરતાં સુરતી પરિવારની અર્ટિગા પલટી:સાપુતારા ટેબલ પોઈન્ટ પર ચઢાણ દરમિયાન રિવર્સમાં આવી કાર પલટી, 7 પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ
    Next Article
    ગોધરામાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ:ઝકરિયા મસ્જિદ પાસે મોડી રાત્રે ઘટના, લોકો હાલાકીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment